બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 PM, 13 September 2024
દારુ કૌભાંડમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આખરે ખુલ્લી હવામાં શ્વાસ લીધો છે. સુપ્રીમ કોર્ટ જામીન આપ્યાં બાદ કેજરીવાલે તિહાડ જેલમાંથી છોડી મૂકાયાં હતા. કેજરીવાલ 156 દિવસ બાદ જેલમાંથી છૂટ્યાં છે. તેમના છૂટકારા બાદ આમ આદમી પાર્ટીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ ફટાકડાં ફોડીને અને મીઠાઈ ખવડાવીને કેજરીવાલની મુક્તિને વધાવી હતી.
ADVERTISEMENT
#WATCH | Delhi: AAP workers and leaders including Punjab CM Bhagwant Mann, former Dy CM Manish Sisodia, MP Sanjay Singh celebrate outside Tihar Jail
— ANI (@ANI) September 13, 2024
CM Arvind Kejriwal will be released from Tihar jail today after the Supreme Court granted him bail in the Delhi excise policy case pic.twitter.com/Eq4WdyYtD3
ઓફિસ કે દિલ્હી સચિવાલય નહીં જઈ શકે
ADVERTISEMENT
કેજરીવાલનો જેલમાંથી તો છૂટકારો થયો છે પરંતુ તેઓ ઓફિસ કે દિલ્હી સચિવાલય નહીં જઈ શકે અથવા તો ઉપરાજ્યપાલ વીકે સક્સેનાની મંજૂરી વગર કોઈ ફાઈલ પર પણ સહી નહીં કરી શકે.
#WATCH | Delhi: Amid rainfall, AAP workers and leaders including Punjab CM Bhagwant Mann, former Dy CM Manish Sisodia, MP Sanjay Singh are present outside Tihar Jail to welcome Delhi CM Arvind Kejriwal.
— ANI (@ANI) September 13, 2024
Kejriwal will be released from Tihar jail today after the Supreme Court… pic.twitter.com/FcfyL1DEKl
રોડ શો કરીને ઘેર ગયાં
કેજરીવાલ ચાંદગી રામ અખાડાથી રોડ શો કરીને પોતાના ઘેર ગયાં હતા. આ દરમિયાન કાર્યકરો અને લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કેજરીવાલની એક ઝલક જોવા માટે લોકો ખૂબ આતુર જોવા મળ્યાં હતા.
156 દિવસ બાદ તિહારમાંથી છૂટકારો
ઈડીએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. 10 દિવસની પૂછપરછ બાદ 1 એપ્રિલે તેમને તિહાર જેલમાં મોકલી દેવાયાં હતા જોકે 10 મેના રોજ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે તેમને 21 દિવસ મુક્ત કરાયાં હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી મુક્ત કરવાની મંજૂરી આપી હતી. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. જો કેજરીવાલ આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે જેલમાંથી છૂટા થયાં છે એટલે આમ જોવા જઈએ તો તેમણે જેલમાં વિતાવેલો કૂલ સમય 177 હતો પરંતુ તેમાંથી 21 દિવસના જામીન બાદ કરવામાં આવે તો તેઓ 156 દિવસ જેલમાં રહ્યાં હતા.
પત્ની સુનિતા અને પંજાબના સીએમે જેલ બહાર આવકાર્યાં
પત્ની સુનિતા કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન તિહાર જેલ પહોંચ્યાં હતા અને જેલના ગેટ બહાર તેમણે બન્નેએ કેજરીવાલનું સ્વાગત કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.