બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળતા પહેલા આ બાબતને ખાસ નોટ કરી લેજો, વંદે ભારત આવી મોટી અપડેટ
Last Updated: 03:37 PM, 16 January 2025
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જાય છે. નવા વર્ષ પર કટરા પહોંચતા ભક્તોની સંખ્યા અનેકગણી વધી જાય છે. માતા વૈષ્ણો દેવીના દર્શન માટે મુસાફરો રોડ, રેલ કે હવાઈ માર્ગે પહોંચે છે. ભારતીય રેલવે યાત્રાળુઓ માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કરી છે જે નવી દિલ્હી અને કટરા વચ્ચે દોડે છે.
ADVERTISEMENT
જો તમે પણ નજીકના ભવિષ્યમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. નવી દિલ્હીથી વૈષ્ણોદેવી સુધી ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગે એક મોટી અપડેટ આવી છે. આ ટ્રેન આગામી દોઢ મહિનાથી વધુ સમય માટે એટલે 50 દિવસ માટે રદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વંદે ભારત ટ્રેન ક્યારે રદ કરવામાં આવી?
રેલવે મંત્રાલય દ્વારા મળતી માહિતી અનુસાર નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 50 દિવસ માટે રદ કરવામાં આવી છે. આ ટ્રેન ૧૬ જાન્યુઆરીથી ૬ માર્ચ સુધી આ રૂટ પર દોડશે નહીં. આ સેમી હાઇ સ્પીડ ટ્રેનનું સંચાલન ઉત્તર રેલવે દ્વારા થાય છે.
કેમ કરાઇ બંધ?
રેલવે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જમ્મુ સ્ટેશન પર ચાલી રહેલા ઋ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે નવી દિલ્હી-માતા વૈષ્ણો દેવી કટરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. જમ્મુ યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે આ રૂટ પર ચાલતી ટ્રેન બંધ કરવામાં આવી છે. તેથી ઉત્તર રેલ્વેએ તેને 50 દિવસ માટે રદ કરી દીધી છે.
વધુ વાંચો: મહાકુંભમાં કેવી રીતે પહોંચવું અને ક્યાં રહેવું?, કેટલું ચાલવું પડશે?, જતા પહેલા જાણી લો આખી સિસ્ટમ
આ ટ્રેન રદ કરવામાં આવી
દિલ્હી અને કટરા વચ્ચે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડે છે. આમાં ટ્રેન નંબર 22439/22440 (નવી દિલ્હીથી શ્રી માતા વૈષ્ણો દેવી કટરા) અને ટ્રેન નંબર 22477/22478 (શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી નવી દિલ્હી)નો સમાવેશ થાય છે. રદ કરાયેલી ટ્રેન 22439/22440 (નવી દિલ્હીથી શ્રી માતા વૈષ્ણો દેવી કટરા) છે. ટ્રેન નંબર 22477/22478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પહેલાની જેમ જ દોડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.