JNU Attack / JNU હિંસા મામલે દિલ્હી પોલીસે નોંધી FIR, અમિત શાહે LG સાથે કરી વાત

delhi jawaharlal nehru university violence Police Files Fir Students Discharge From AIIMS

JNUમાં હિંસાના મામલે પોલીસે FIR નોંધી લીધી છે અને હિંસાની તપાસની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચની એક ટીમને સોંપવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં રમખાણ-જાહેર સંપત્તિને નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે જાણકારી આપી છે કે ગઈકાલે થયેલી હિંસામાં 30 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી, જેમાંથી 23 જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહે દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે આ બાબતે વાત કરી અને જવાહરલાલ નેહરુ હોસ્પિટલના પ્રતિનિધિ સાથે મુલાકાત કરવા જણાવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ