ગગનયાન ભારતનો યુનિક પ્રોજેક્ટ, ચીનની જેમ યાનનું ખાસ જગ્યાએ ઉતરાણ થશેઃ કાર્નિક

By : admin 09:41 PM, 12 January 2019 | Updated : 09:41 PM, 12 January 2019
દિલ્હી IITના ચેરમેન કિરણ કાર્નિકે ગુજરાતની મુલાકાતે લીઘી હતી. ઇસરોના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાનના મુદ્દે કાર્નિકનું નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે ગગનયાન ભારતનો યુનિક પ્રોજેકટ છે. ચીનની જેમ યાનનું ખાસ જગ્યાએ ઉતરાણ થશે. અન્ય વિકસીત દેશોનીએ સરખામણીએ આ નવિનતમ પ્રયોગ હશે. ઓછા નાણાંકીય ભંડોળમાં પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે, સંશોધન ક્ષેત્રમાં નાણાં ભંડોળ ઓછુ ફાળવાય છે. કુલ GDPના એક ટકા બજેટ પણ ફાળવવામાં આવતું નથી. દેશની અન્ય પ્રાથમિકતા સમજી શકાય પરંતુ સંશોધન પણ જરૂરી છે. સંશોધન ક્ષેત્રે કુલ GDPના 2 ટકા ફાળવણી થવી જોઇએ.

સરકાર આગામી 5 વર્ષ સંશોધનને પ્રાધાન્ય આપે તેવી જાણકારી આપી હતી. કિરણ કાર્નિક ઇસરો સાથે 20 વર્ષ કામ કરી ચૂક્યા છે. તેમજ તેઓ PMની એડવાઇઝરી કમિટીના સભ્ય રહી ચૂક્યા છે.Recent Story

Popular Story