delhi high court said if privacy gets affected with private policies so delete Whatsapp
ટિપ્પણી /
Whatsapp માટે ખરાબ સમાચાર : દિલ્હી હાઈકોર્ટે કહ્યું - તો યુઝર્સ ડિલીટ કરી દે અકાઉન્ટ
Team VTV02:27 PM, 18 Jan 21
| Updated: 02:29 PM, 18 Jan 21
Whatsappની પ્રાઈવેસી પોલિસીને લઈને દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનવણી કરવામાં આવી. સુનવણી દરમિયાન અરજકર્તાએ અપીલ કરતા કર્યું કે Whatsappની નવી પોલિસીથી પ્રાઈવસીનો ભંગ થાય છે એટલા માટે જલ્દી કોઈ કાર્યવાહી કરવામાં આવે. અરજકર્તાની માંગ સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે આ એક પ્રાઈવેટ એપ છે. જો તમારી પ્રાઈવસીને અસર થઈ રહી છે તો તમે Whatsapp ડિલીટ કરી નાંખો. હાઈકોર્ટે આ મામલામાં કોઈ પ્રકારની કોઈ નોટિસ ન જારી કરતા કહ્યું કે આના પર વિસ્તૃત સુનવણીની જરુર છે. હવે કેસની સુનવણી 25 જાન્યુઆરીના રોજ થશે.
આ કેસની સુનવણી 25 જાન્યુઆરીએ થશે
...કેમ કે આ લોકો પ્રાઈવસીનો ભંગ કરે છે
તમે Whatsappને ડિલીટ કરી નાંખો - કોર્ટ
...કેમ કે આ લોકો પ્રાઈવસીનો ભંગ કરે છે
ઉલ્લેખનીય છે અરજદાર તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે Whatsapp જે નવી પોલિસી લાવ્યું છે તેના પર સરકારે કોઈ મોટા પગલા ભરવા જોઈએ. કેમ કે આ લોકો પ્રાઈવસીનો ભંગ કરે છે. અરજદારે કહ્યું કે પ્રાઈવેટ પોલિસીના માધ્યમથી પ્રાઈવેટ એપ સામાન્ય લોકો સાથે જોડાયેલી વ્યક્તિગત જાણકારી શેર કરવા ઈચ્છે છે. જેના પર તાત્કાલિક પ્રતિબંધ મુકવની જરુર છે.
...તો તમે Whatsappને ડિલીટ કરી નાંખો- કોર્ટ
આના પર દિલ્હી હાઈકોર્ટ તરફથી આકરી ટિપ્પણી કરવામાં આવી. કોર્ટે કહ્યું કે જો આ પોલિસીથી તમારી પ્રાઈવસીને અસર પહોંચે છે તો તમે Whatsappને ડિલીટ કરી નાંખો. આ એક પ્રાઈવેટ એપ છે. આને રાખવી કે નહીં યુઝર્સ નક્કી કરશે. કોર્ટે કહ્યું કે શું તમે મેપ અથવા બ્રાઉઝરનો ઉપયોગ કરો છો? તેમાં પણ તમારા ડેટા શેર કરવામાં આવે છે.
આ કેસની સુનવણી 25 જાન્યુઆરીએ થશે
સૂચના પ્રસારણ મંત્રાલય તરફથી રજૂ થયેલા એએસજી ચેતન શર્માએ કોર્ટને કહ્યું કે આ મુદ્દાનું વિશ્લેષણ કરવાની જરુર છે. વ્હોટ્સએપનો પક્ષ રાખતા વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગીએ કહ્યું કે હું આ સબમિટ કરી રહ્યો છું કે એપનો ઉપયોગ કરવો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અરજકર્તાઓને આશ્વત કરવામાં આવે કે મિત્રો, સંબંધીઓ વગેરે વચ્ચે તમામ ચેટ એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત હોય. ઉલ્લેખનીય છે કે આ કેસની સુનવણી 25 જાન્યુઆરીએ થશે.