બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:18 AM, 21 June 2024
દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મૂકી દીધો છે. હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી. કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરુવારે જ નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા, જેની સામે EDએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અરવિંદ કેજરીવાલના જામીનના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેના પર સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિન્દર દુડેજાની વેકેશન બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે અમને નીચલી કોર્ટમાં કેસની દલીલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી.
ASG રાજુએ કહ્યું કે, 'લેખિત રજૂઆત કરવા માટે સમય ન આપવો બિલકુલ યોગ્ય નથી'. EDએ પીએમએલએની કલમ 45નો ઉલ્લેખ કર્યો છે. ASG રાજુએ કહ્યું કે અમારો કેસ ઘણો મજબૂત છે. તેમણે સિંઘવીની હાજરી સામે વિરોધ પણ દર્શાવ્યો. EDએ તેના SLPમાં કહ્યું છે કે તપાસના મહત્ત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ પદ પર છે.
ADVERTISEMENT
આ પહેલા EDના વકીલે આજે જ હાઈકોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી. ED વતી એએસજી રાજુ અને વકીલ ઝોએબ હુસૈન હાઈકોર્ટમાં હાજર રહ્યા. કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં હાજર રહ્યા. ઇડીના વકીલોની એક ટીમ રાઉઝ એવન્યુ કોર્ટ પણ પહોંચી હતી.
વધુ વાંચો: ના હોય! આ વર્ષે 4300 કરોડપતિઓ કહેશે ભારતને અલવિદા? જાણો કેમ, તો ક્યાં જઇને વસશે?
કેજરીવાલ આ સમગ્ર કેસમાં પહેલા આરોપી છે જેમને નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા છે. ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ ધરપકડ કરી નથી. હવે શક્ય છે કે સીબીઆઈ તેની ચાલ ચાલે. જો કે, આ કેસના અન્ય આરોપીઓને પણ ED કેસમાં નીચલી કોર્ટમાંથી નિયમિત જામીન મળ્યા નથી. બીજી બાજુ, ED સૂત્રોના જણાવ્યા અનુસાર, તે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલના રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.