મોટા સમાચાર / હાઈકોર્ટનો આદેશ : આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ઓપન બુક એક્ઝામ યોજાશે, જાણો નિયમો

delhi high court allows delhi university to conduct online open book exams for final year students as per schedule

કોરોનાના કહેરની વચ્ચે એક્ઝામની અસમંજસમાં ફસાયેલી દિલ્હી યુનિવર્સિટીના ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટે દિલ્હી યુનિવર્સિટી એટલે કે ડીયૂના ફાઈનલ યરના વિદ્યાર્થીઓને ઓનલાઈન ઓપન બુક એક્ઝામ આયોજિત કરવાની પરવાનગી આપી દીધી છે. હાઈકોર્ટના આ આદેશ બાદ દિલ્હી યુનિ. નિર્ધારિત નિર્દેશો અનુસાર ઓપન બુક એક્ઝામનું આયોજન કરશે. ઓનલાઈન એક્ઝામના આયોજન હેઠળના નિર્દેશોમાં પ્રશ્નપત્ર સત્તાવાર પોર્ટલ ઉપરાંત ઈમેઈલના માધ્યમથી મોકલવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ