બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / delhi govt to deliver oxygen cylinders to coronavirus infected at homes covid latest news

નવી પહેલ / ઓક્સિજનની અછત પર ગભરાશો નહીં, સરકાર ઘરે પહોંચાડશે ઓક્સિજન સિલેન્ડર, આ રીતે કરો રજિસ્ટ્રેશન

Dharmishtha

Last Updated: 11:21 AM, 6 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમિતો માટે ઘર પર જ ઈમરજન્સી ઓક્સિજન આપવા દિલ્હી સરકારે પોર્ટલ શરુ કર્યુ.

  • ઈમરજન્સી ઓક્સિજન આપવા સરકાર ઓક્સિજન પૂલ બનાવશે
  • ઓક્સિજન પૂલ પર ડીએમ પોતે નજર રાખશે
  • ઘરે પર પહોંચાડવામાં આવશે ઓક્સિજન સિલેન્ડર

ઓક્સિજન પૂલ પર ડીએમ પોતે નજર રાખશે

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હોમ આઈસોલેશનમાં રહી રહેલા કોરોના સંક્રમિતો માટે સરકારે ઘર પર જ ઈમરજન્સી ઓક્સિજન આપવા ઓક્સિજન પૂલ બનાવશે. ઓક્સિજન પૂલ પર ડીએમ પોતે નજર રાખશે.

કેવી રીતે મળશે ઓક્સિજન સિલેન્ડર?

ઉલ્લેખનીય છે કે ડીએમ કોવિડ દર્દીની ગંભીરતાને જોતા નક્કી કરશે કે તેમના ઘર પર ઓક્સિજન આપવામાં આવે કે નહીં. સ્વાસ્થ્ય વિભાગે દિલ્હીના દરેક જિલ્લાને 20 ઓક્સિજન સિલેન્ડરનો કોટા આપ્યો છે.

ઘરે પર પહોંચાડવામાં આવશે ઓક્સિજન સિલેન્ડર

આ સમયે દિલ્હીમાં 50 હજારથી વધારે દર્દી હોમ આઈસોલેશનમાં છે. જો શરીરમાં ઓક્સિજન લેવલ ઓછુ થાય તો દરેક વ્યક્તિ હોસ્પિટલ જશે તો ત્યાં ભીડ વધશે. તેવામાં દિલ્હી સરકાર ઘરે જ દર્દીને ઓક્સિજન ઉપલબ્ધ કરાવશે. જેનાથી હોસ્પિટલોમાં ભીડ ઓછી થશે.

ખાલી ઓક્સિજન સિલેન્ડર દાન કરો

દિલ્હી સરકારે અપીલ કરી છે કે સ્પલાયમાં મદદ કરવા માટે ખાલી ઓક્સિજન સિલેન્ડર દાન કરો. સ્વાસ્થ્ય વિભાગના સિનિયર ઓફિસર આશિષ કુંદ્રાએ કહ્યુ કે રાજઘાટ ડીટીસી બસ ડેપો સેન્ટર બનાવવામાં આવ્યુ છે. જ્યાં ઓક્સિજન સિલેન્ડર દાન કરી શકાશે. વધારે જાણકારી માટે લોકો 011-23270718 પર કોલ પણ કરી શકે છે.

આ રીતે કરો રજિસ્ટ્રેશન

હોમ આઈસોલેશનમાં રહી રહેલા કોરોના દર્દી દિલ્હી સરકારના પોર્ટલ www.delhi.gov.in પર રજિસ્ટ્રેશન કરી ઓક્સિજન સિલેન્ડર  મેળવી શકો છે. રજિસ્ટ્રેશનમાં ફોટો, આધાર કાર્ડ, ઓળખપત્ર અને કોરોના ટેસ્ટ રિપોર્ટ જરુરી છે. જો સીટી સ્કેન કરાવ્યો છે તો તેનો રિપોર્ટ પણ પોર્ટલ પર અપલોડ કરી શકાશે.

રીફિલ કરવામાં આવશે સિલેન્ડર

પોર્ટલ પર રજિસ્ટ્રેશન બાદ ડીએમ કોવિડ દર્દીને ઓક્સિજન સિલેન્ડર ઉપલબ્ધ કરાવશે. જરુર પડ્યા બાદમાં રીફિલિંગ પ્લાન્ટમાંથી સિલેન્ડર રીફિલ કરાવવાનો પાસ પણ આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus delhi ઓક્સિજન કોરોના વાયરસ દિલ્હી delhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ