બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / delhi governments order to apply mask while driving alone is absurd high court

ઉધડો લીધો / પોતાની જ કારમાં એકલા હોઈએ તો પણ માસ્ક પહેરવાનું? અણઘડ નિયમ સામે વીફરી હાઇકોર્ટ

Premal

Last Updated: 03:53 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે કોરોના મહામારી દરમ્યાન એકલા કાર ચલાવતી વખતે માસ્ક પહેરવાના દિલ્હી સરકારના આદેશને ખોટો નિર્ણય ગણાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે આ નિર્ણય હજુ સુધી કેમ યથાવત છે? ખંડપીઠ કહ્યું કે આ દિલ્હી સરકારનો એક આદેશ છે, તમે તેને પાછો કેમ ના લીધો. ખરેખર, આ નિર્ણય ખોટો છે. તમે તમારી કારમાં જ બેઠા છો અને માસ્ક પણ ફરજીયાત પહેરો?

  • દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારના આદેશને ખોટો ગણાવ્યો
  • તમે તમારી કારમાં બેઠા છો અને માસ્ક પણ ફરજીયાત પહેરો?
  • આ કેવો નિર્ણય? આ આદેશ હજુ યથાવત કેમ છે?

કોર્ટે દિલ્હી સરકારને શું કહ્યું

જસ્ટિસ વિપિન સાંધી અને જસ્ટિસ જસમીત સિંહની ખંડપીઠે દિલ્હી સરકારના વકીલને કહ્યું, આ આદેશ હજુ પણ કેમ યથાવત છે? કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે દિલ્હી સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે આવી ઘટના શેર કરી. જેમાં માસ્ક નહીં પહેરવાના કારણે એક વ્યક્તિનું ચલણ કાપી નાખવામાં આવ્યું. ખરેખર, આ વ્યક્તિ પોતાની માતાની સાથે એક કારમાં બેઠો હતો અને કારની બારીના કાચની ઉપર ચઢીને કોફી પી રહ્યો હતો. 

સરકારના વકીલે 7 એપ્રિલ 2021ના નિર્ણયનો કર્યો ઉલ્લેખ

સુનાવણી દરમ્યાન દિલ્હી સરકાર તરફથી વરિષ્ઠ સલાહકાર રાહુલ મેહરાએ કહ્યું કે હાઈકોર્ટનો સાત એપ્રિલ 2021નો આ ચુકાદો ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હતો. જેમાં ખાનગી કાર એકલા ચલાવતી વખતે માસ્ક નહીં પહેરવાના કારણે ચલણ કાપવાના દિલ્હી સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું, કોઈ વ્યક્તિ કારની બારીની કાચ પર ચઢીને વાહનની અંદર બેઠો છે અને તેનુ 2000 રૂપિયાનું ચલણ કાપી દેવામાં આવ્યું છે. સિંગલ ખંડપીઠનો આદેશ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આદેશ જ્યારે જાહેર કર્યો હતો ત્યારે સ્થિતિ અલગ હતી અને હવે મહામારી ખત્મ થવાના આરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Government Delhi High court car driving mask Delhi High Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ