બ્રેકિંગ ન્યુઝ
VTV / delhi government order fine of rs 500 for not wearing mask
Pravin
Last Updated: 06:31 PM, 22 April 2022
ADVERTISEMENT
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં કેસોને જોતા ફરી એક વાર માસ્ક ફરજિયાત કરી દેવામા આવ્યું છે. માસ્ક ન પહેરવા પર હવે દિલ્હીમાં 500 રૂપિયાનો દંડ લાગશે.
શુક્રવારે અરવિંદ કેજરીવાલ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં સાર્વજનિક જગ્યા પર માસ્ક ન પહેરનારા લોકોને 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કે, સરકારે પોતાના આધેશમાં પ્રાઈવેટ કારથી મુસાફરી કરતા લોકોને રાહત આપી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ એકલા પ્રાઈવેટ કારમાં મુસાફરી કરી રહ્યા છે, તેમને કોઈ પણ પ્રકારનો દંડ આપવાનો રહેશે નહીં.
ADVERTISEMENT
હાલમાં જ થઈ હતી ડીડીએની બેઠક
આ અગાઉ દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને રાખીને ડીડીએની બેઠક થઈ હતી. આ બેઠકમાં માસ્ક ન પહેરનારા લોકોને 500 રૂપિયા દંડ ફટકારવાની વાત કહેવામાં આવી છે. બેઠકમાં કહેવાયુ છે કે, કોરોનાના વધતા કેસોને જોતા એસઓપી જાહેર કરવામાં આવી છે. જેવી રીતે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત કેસો વધી રહ્યા છે, તેને જોઈને હવે શહેરમાં કોવિડ 19 ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શાળાઓ બંધ કરવામાં નહીં આવે
દિલ્હી સરકારે શુક્રવારે સ્કૂલો માટે કોવિડ 19 સંબંધી દિશા નિર્દેશ જાહેર કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ થર્મલ સ્કેનિંગ વગર સ્કૂલ પરિસરમાં પ્રવેશ કરી શકે નહીં, એવું પણ કહ્યું છે કે, વાલીઓને સલાહ આપવામાં આવે છે કે, બાળકો કોરોનાથી સંક્રમિત થાય તો, તેને શાળાએ મોકલવા નહીં.
દિલ્હી સરકારે જાહેર કરેલી એસઓપીમાં શું કહ્યું છે
હકીકતમાં દિલ્હીમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉપાય પર વિચાર કરવા માટે હાલના દિવસોમાં ડીડીએમએની બેઠક થઈ હતી અને તે બેઠકમાં સ્કૂલોને ખોલી રાખવા માટે નિર્ણય લીધો હતો. બેઠક બાદ કેજરીવાલ સરકારે એવી પણ જાણકારી આપી હતી કે, સ્કૂલોને બંધ તો નહીં કરવામાં આવે, પણ કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સ્કૂલોને વધારે સારી રીતે સંચાલન થાય, તેના માટે એક એસઓપી જાહેર કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.