દિલ્હી ચલો / દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને રોકવા તંત્રએ ખોદી નાંખ્યો હરિયાણા બોર્ડરનો રોડ

delhi farmer protest haryana punjab border metro water cannon tear gas political reaction

પંજાબથી લઈને હરિયાણા સુધી ખેડૂતોનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ગુરુવારે આખો દિવસ પોલીસ અને ખેડૂતોની વચ્ચે અથડામણ થઈ હતી. કેટલીક જગ્યાઓ પર વોટર કેન અને આંસૂ ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પરંતુ ખેડૂતો દિલ્હી જવાની જિદ્દ પકડી બેઠા હતા. હરિયાણાથી દિલ્હી જઈ રહેલા ખેડૂતો હવે દિલ્હીથી વધારે દુર નથી. ખેડૂતો પાનીપત પહોંચી ચૂક્યા છે અને રાતે ખેડૂતો પાનીપતમાં રોકાયા હતા અને સવારે દિલ્હી જવા નીકળશે. જ્યારે સરકારે તેમને રોકવા માટે હરિયાણા બોર્ડરનો રોડ જ ખોદી નાંખ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ