દિલ્હી ચલો /
ખેડૂત આંદોલન : સ્ટેડિયમ નહીં બને અસ્થાયી જેલ, કેજરીવાલ સરકારે ફગાવી પોલીસની આ માંગ
Team VTV01:37 PM, 27 Nov 20
| Updated: 03:42 PM, 27 Nov 20
દિલ્હી પોલીસને અરવિંદ કેજરીવાલ સરકારનો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારે પોલીસની 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની માંગને ફગાવી દીધી છે. દિલ્હી પોલીસે ખેડૂતોના પ્રદર્શનન કારણે અસ્થાઈ જેલની માંગ મુકી હતી. દિલ્હી સરકાર તરફથી કહેવામાં આવ્યું કે ખેડૂતોની માંગ યોગ્ય છે. તેવામાં તેમને જેલમાં નાંખવા યોગ્ય નહીં.
પોલીસે 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની પરવાનગી માંગી હતી
દિલ્હી સરકારે કહ્યું ખેડૂતોની માંગ યોગ્ય છે.
દિલ્હી સરકારે કહ્યું તેમને જેલમાં નાંખવા યોગ્ય નહીં
પોલીસે 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની પરવાનગી માંગી હતી
દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે . જેમાં તેમણે કહ્યું છે કે ખેડૂતોની માંગ યોગ્ય છે અને તેમનું પ્રદર્શન અહિંસક રીતે થઈ રહ્યું છે. હકિકતમાં મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર છે અને રાજધાનીમાં પ્રવેશ કરી શકે છે તેવામાં દિલ્હી પોલીસે રાજ્ય સરકાર પાસે કુલ 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની પરવાનગી માંગી હતી. જેથી ખેડૂતો દિલ્હીમાં ભેગા થાય કે તરત જ તેમના પર એક્શન લેવામાં આવી શકે.
રાઘવ ચઢ્ઢાએ કર્યો વિરોધ
પોલીસની અસ્થાઈ જેલની માંગણી બાદ આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાની પ્રતિક્રિયા આવી હતી તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે દિલ્હી પોલીસની અસ્થાયી જેલની અપીલને ફગાવી દેવી જોઈએ. ખેડૂતો પોતાના હકની વાત કરી રહ્યા છે તે કોઈ આતંકવાદી નથી.
हमारे किसानों को Y+ सिक्योरिटी तो दूर मोदी सरकार ने उनपर आंसू गैस और वाॅटर कैनन चलवाई।
આ સ્થિતિમાં દરેકની નજર કેજરીવાલ પર હતી. કેમ કે કેજરીવાલ પોતે ખેડૂત પ્રદર્શનને યોગ્ય ગણાવી ચૂક્યા છે અને પોલીસ દ્વારા તેમના પર ભરવામાં આવી રહેલા પગલાની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. પોલીસ કોરોના સંકટના નામે દિલ્હીમાં ભીડ એક્ઠી કરવાથી રોકવા માંગે છે. એટલા માટે દિલ્હી પોલીસે આ માંગ કરી હતી. ગત દિવસે પણ હરિયાણા બોર્ડર પર ખેડૂતો પર પાણીનો મારો કરવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી વિરોધ નોંધાવ્યો હતો અને કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. આપે સાંસદમાં પણ કાયદાનો વિરોધ કર્યો હતો.