બ્રેકિંગ ન્યુઝ
VTV / delhi facing omicron cases severe pollution and cold all togather locals frustrated
Mayur
Last Updated: 11:00 AM, 24 December 2021
ADVERTISEMENT
કોરોના વાયરસનો ઓમીક્રોન વેરિયન્ટ ઘણા દેશોમાં આતંક મચાવ્યાં બાદ હવે ભારતને પણ ડરાવી રહ્યો હોય એવું ભાસી રહ્યું છે. એવું લાગે છે કે ઓમિક્રોન આવે ત્યારે એકલો નથી આવતો પણ બીજી અનેક સમસ્યાઓ લઈને આવે છે. એક તરફ ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં સટટ વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ દિલ્હી સહિત ઉત્તરભારતમાં ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. શુક્રવારે દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર પણ વધી ગયું હતું.
ચાર દિવસમાં ફરી સ્થિતિ કાબૂ બહાર
ADVERTISEMENT
રાજધાની દિલ્હીમાં અનેક નિર્માણ કર્યો પર નિયંત્રણ હટ્યાના ચાર જ દિવસમાં ફરી એક વાર સ્થિતિ કાબૂ બહાર જતી હોય એવું લાગી રહ્યું છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઇંડેક્સ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. એવામાં એક્સપર્ટસ દ્વારા સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવામાં ન આવે અને આટલી પ્રદૂષિત હવામાં ઘરથી બહાર નીકળવું હિતકર નથી.
પ્રદૂષણ ભયાનક લેવલે
દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા એકદમ ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હીના નોઇડામાં તો હાલત જ ખરાબ થઈ ગઈ છે. નોઇડામાં PM10 570 પહોંચી ગયો હતો અને દિલ્હીમાં PM2.5 એ 425 પહોંચી ગયો હતો જ્યારે આનંદ વિહારમાં AQI 469 અને વિવેક વિહારમાં AQI 466 નોંધવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળવું હિતકર નથી એવી સૂચના પણ જાહેર કરવામાં આવી છે.
Delhi's air quality deteriorates to 'severe' category with overall AQI standing at 425: SAFAR-India
— ANI (@ANI) December 24, 2021
રાજધાની દિલ્હી છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણનું મુખ્ય કેન્દ્ર સમાન બની ગઈ છે. છેલ્લા કેટલાક્ દિવસોમાં અહીં હવા વાતાવરણ અત્યંત ખરાબ શ્રેણીમાં જ છે .
દિલ્હીમાં હમણાં ઠંડી પણ ખતરનાક
આજકાલ દિલ્હીમાં ઠંડી પણ વધી રહી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં વધુમાં વધુ તાપમાન 24 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. ત્યારે સામે ઓહામ ઓછું તાપમાન 6 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે. દિલ્હીમાં દિવાળી આસપાસથી પ્રદૂષણના કારણે હવા અત્યંત ખરાબ સ્થિતિમાં છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ અનેક વાર સુનાવણી થઈ ચૂકી છે. દિલ્હી સરકારને સુપ્રીમ દ્વારા અનેક વખત પગલાઓ લેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. પગલાઓના ભાગ રૂપે સ્કૂલો બંધ કરાવવામાં આવી હટી અને કન્સ્ટ્રક્શન પણ બંધ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક્ દિવસોમાં સરકારે પ્રતિબંધો હટાવી લીધા હતા.
એક તરફ ઓમિક્રોને જીવ લીધો
સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં 64 ઓમિક્રોન કેસો અને કોવિડ19 દર્દીઓ માટે હોમ આઇસોલેશન મેનેજમેન્ટને મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં કેજરીવાલ સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીમાં માત્ર 50 ટકા લોકો જ હોટલ, બાર, રેસ્ટોરન્ટમાં જશે. ગુરુવારે દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીમાં કોરોનાનાં 108 કેસ ગઈકાલે નોંધાયા હતા. એક સમયે દેશના સૌથી વધુ ઓમીક્રોન કેસ ધરાવતું રાજ્ય પણ દિલ્હી જ હતું. હવે તો ત્રણેય મોરચે દિલ્હીની સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે.
જો આઆવી જ સ્થતિ રહી તો આવનાર દિવસોમાં દિલ્હીવાસીઓ માટે દિલ્હી નર્ક સમાન બની જશે એવું કહીએ તો એમાં ખોટું કંઇ નહીં હોય!
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.