બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બે પોલ્સમાં ઓછી બેઠકો પણ કેજરીવાલને મળી વધારે, આ વખતે ટ્રેન્ડ રીપિટ થાય તો AAPની હેટ્રિક
Last Updated: 09:44 PM, 6 February 2025
દિલ્હીની અગાઉની બે ચૂંટણી 2020 અને 2015માં એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટી માટે આરામ જીતની આગાહી કરવામાં આવી હતી. 2015માં એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીને 42 બેઠકોનું અનુમાન કરાયું હતું પરંતુ વાસ્તવિક રિઝલ્ટમાં 67 મળી એ જ રીતે 2020માં 56 બેઠકોના અનુમાનમાં 62 મળી હતી.
ADVERTISEMENT
આ વખતે શું સ્થિતિ
2025ની ચૂંટણીના એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીને મોટાભાગના પોલ્સમાં 36-40 બેઠકો તો ભાજપને પણ તેટલી જ 39-44 બેઠકોનું અનુમાન વ્યક્ત કરાયું છે.
ADVERTISEMENT
કોંગ્રેસનો રકાસ
2025ની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસનું અનુમાન વ્યક્ત કરાયું છે. તમામ પોલ્સમાં કોંગ્રેસને 2-3 બેઠકોનું અનુમાન વ્યક્ત કરાયું છે.
આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુકાબલો
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. આમ આદમી પાર્ટીએ સત્તા જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કર્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસે પુનરાગમન માટે શક્ય તેટલા પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત, બસપા અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ ઘણી બેઠકો પર સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. આ ચૂંટણીમાં, સમગ્ર દિલ્હીમાં કોઈ એક પક્ષની લહેર નથી, બલ્કે દરેક બેઠક પર પોતાનો મુકાબલો છે.
8મી ફેબ્રુઆરીએ રિઝલ્ટ
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું રિઝલ્ટ 8 ફેબ્રુઆરીએ જાહેર થશે.
દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો
દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે. દિલ્હીમાં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તમામ 70 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપ 68 બેઠકો પર પોતાનું નસીબ અજમાવી રહ્યું છે. ભાજપે તેના સાથી પક્ષો માટે બે બેઠકો છોડી હતી, જેમાં દેવલી બેઠક પરથી એલજેપી અને બુરારી બેઠક પરથી જેડીયુ ચૂંટણી લડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.