બ્રેકિંગ ન્યુઝ
VTV / Delhi Election 2020 Who Is Little Cute Kejriwal With Muffler Topi Specs All About Him
Last Updated: 08:24 AM, 13 February 2020
ADVERTISEMENT
આ બાળકનો એક ફોટો આમ આદમી પાર્ટીના ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો છે જેને સોશ્યિલ મીડિયાએ ખૂબ વાયરલ કર્યો છે. એટલું નહીં આ બાળક એટલો ક્યૂટ છે કે તેને નાના કેજરીવાલનો ફોટો જેણે પણ જોયો છે તે તેને જોતાં જ રહી ગયા છે. 11 ફેબ્રુઆરીના દિવસે આ નાનો બાળક માતા પિતા સાથે સવારે આપ કાર્યાલય પહોંચ્યો. આ નાનો કેજરીવાલ સૌની આંખોમાં વસી ગયો. તેનું સાચું નામ છે આવ્યાન.
ADVERTISEMENT
Our star of the day!#MufflerMan pic.twitter.com/Ukd2cNXsZD
— AAP (@AamAadmiParty) February 11, 2020
આવ્યાનનો પરિવાર કેજરીવાલના સમર્થક
આવ્યાનના માતા પિતા તેને કેજરીવાલ બનાવીને આપના કાર્યાલય લાવ્યા હતા. જ્યારે તેઓ આપ મુખ્યાલય પહોંચ્યા ત્યારે અંધારું હતું. તેની માતાએ કહ્યું કે તેઓ કેજરીવાલના મોટા સમર્થક છે. તેને આ રીતે તૈયાર કરવાનું કારણ આપતા માતાએ કહ્યું કે જ્યારે તે મોટો થાય ત્યારે તેને ગર્વ થાય કે તે આ રીતે બાળપણમાં દેખાયો હતો. આવ્યાન કેજરીવાલ જેવો બને તેવી માતાની ઈચ્છા છે. આ ખાસ રૂપમાં તેની સાથે સેલ્ફી લેનારાની ભીડ પણ જામી હતી.
પરિણામની સાથે જ આપ કાર્યકર્તાઓએ જીતના નારા લગાવ્યા
લગે રહો, લગે રહો, લગે રહો કેજરીવાલના નારા પરિણામની સાથે પાર્ટી કાર્યાલય પર ગૂંજી રહ્યા હતા ત્યારે જ સૌ જીતની ઉજવણી કરી રહ્યા હતા. કેજરીવાલ જિંદાબાદ, દિલ્હી કા બેટા કૈસા હો, કેજરીવાલ જૈસા હો, હનુમાનજીના આર્શિવાદ છે, આ છે કેજરીવાલ, જેવા નારા પણ લાગ્યા હતા. સૌ કોઈ જીતની સાથે સાથે નકારાત્મક રાજનીતિની હાર અને દિલ્હીના કેજરીવાલની જીતની વાતો કરી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.