બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / delhi election 2020 aap cm arvind kejriwal amit shah allegation

ચૂંટણી / કેજરીવાલે કહ્યું, ખબર નહીં ક્યાં ક્યાંથી ભાજપ- RJD જેવી પાર્ટીઓ આવી ગઈ છે...

Last Updated: 01:52 PM, 28 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધમાસાણ મચ્યું છે. ભાજપ, આપ અને કોંગ્રેસ એકબીજા પર શબ્દ પ્રહાર કરી રહ્યાં છે. જોરે લોકોનું માનવું છે કે દિલ્હીમાં આપ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.

  • દિલ્હીનાં ગોકુલપુરમાં અરવિંદ કેજરીવાલે રેલી કરી
  • ભાજપ અને વિરોધીઓ પર મન મુકીને મુખ્યમંત્રી કેજરીવાલ વરસ્યા
  • કેજરીવાલે કહ્યું ચૂંટણી પ્રચાર માટે આવે તો ચા પીવડાવીને પાછા મોકલી દેજો 

બહારથી સાંસદોની ફોજ આવી છે

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સતત કેજરીવાલ પર હુમલો કરી રહી છે. ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વળતો પ્રહાર કર્યો છે.  કેજરીવાલે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપને દિલ્હીમાં કોઈ નથી મળ્યું એટલા માટે તે બહારથી સાંસદોની ફોજ લઈ આવી છે. ‘આ તમારા દિકરાને હરાવવા માંગે છે.’

પૂછજો કયાં રાજ્યમાંથી આવ્યાં છો

કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ, ભાજપ, RJD ખબર નહીં ક્યાં ક્યાંથી પાર્ટીઓ અમને હરાવવા આવી રહી છે. દિલ્હીવાસીઓ અપમાન સાખી નહી લે. ભાજપ તરફથી કેજરીવાલ પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે. રેલીમાં કેજરીવાલે કહ્યું કે, ‘જો આ લોકો આવે તો તેમને પુછજો કે કયાં રાજ્યમાંથી આવ્યાં છો. દિલ્હી વિશે કંઈ ખબર છે? તેમને પુછજો કે તમારા રાજ્યમાં વીજળી કેટલા કલાક આવે છે? તેમને કહેજો કે દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રી છે. ’

કહેજો દિલ્હીવાસીઓને ભાષણની જરુર નથી

મંગળવારે ગોકલપુરની એક જનસભામાં કેજરીવાલે કહ્યું કે, ‘પ્રચાર માટે જે કોઈ પણ આવે તેને પુછ જો કે તમારા રાજ્યનાં મોહલ્લા ક્લીનિક છે? તેમને દિલ્હીનાં મોહલ્લા ક્લીનિક બતાવજો અને કહેજો કે ચા પીવો અને તમારા રાજ્યમાં જાઓ. દિલ્હીવાસીઓને ભાષણની જરુર નથી.’ ઉલ્લેખનીય છે કે કેજરીવાલ પર પ્રહાર કરતાં અમિત શાહે સ્કુલોની હકિકત બતાવતો એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે દિલ્હીની સ્કૂલોમાં કોઈ ક્રાંતિ નથી આવી. 

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal BJP Delhi Elections 2020 Gujarati News અરવિંદ કેજરીવાલ ગુજરાતી ન્યૂઝ દિલ્હી વિધાનસભા ચૂંટણી Delhi Elections 2020
Dharmishtha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ