બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / delhi court gives life term to serial killer and rapist of 30 child

ક્રાઈમ / 36 બાળકોનું યૌન શોષણ કર્યું, ગળું દબાવી હત્યા કરી, પણ કોર્ટે જુઓ શું કહીને ફાંસી ન આપી

Arohi

Last Updated: 12:35 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Crime: દિલ્હીથી એક હચમાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શખ્સ દારૂ પીને બાળકોને પકડતો હતો. ત્યાર બાદ તેમનું ગળી દબાવી તેનો રેપ કરતો હતો.

  • દારૂ પીને બાળકોને પકડતો હતો શખ્સ
  • ગળુ દબાવી કરતો હતો રેપ 
  • બળાત્કાર બાદ કરતો હતો હત્યા 

6 વર્ષની બાળકીને એક શખ્સ કિડનેપ કરી તેનો રેપ કરે છે અને તે બાળકીને મોતને ઘાટ ઉતારી દે છે. પોલીસ આરોપીની ધરપકડ કરે છે. પુછપરછ કરે છે. ત્યારે જાણવા મળે છે કે આરોપીને ફક્ત 1 બાળકીની સાથે જ નહીં પરંતુ 30 બાળક-બાળકીઓ સાથે આવી શરમજનક હરકત કરી છે આ ઘટના દેશની રાજધાની દિલ્હીની છે. 25 મેએ દિલ્હીની કોર્ટે આ અપરાધીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. 

દિલ્હીમાંથી ગાયબ થઈ હતી 6 વર્ષની બાળકી 
આ ઘટનાને અંજામ આપનાર શખ્સનું નામ રવિંદર કુમાર છે. 14 જુલાઈ 2015માં દિલ્હીના બેગમપુરા વિસ્તારમાં એક 6 વર્ષની બાળકી ગાયબ થઈ જાય છે. બે દિવસ બાદ પોલીસ રવિંદરની આ બાળકીના રેપ અને હત્યાના આરોપમાં ધરપકડ કરે છે. પરંતુ થોડા દિવસોમાં પુછપરછ સમયે તેણે જે વાત જણાવી તેણે દિલ્હી પોલીસને હચમચાવી દીધી. 

2007થી કરી રહ્યો છે આ કામ 
રવિંદરે જણાવ્યું કે 2007થી તે આ ઘટનાઓને અંજામ આપી રહ્યો છે અને 2015 સુધી તેણે લગભગ 30 બાળકોને આ રીતે રેપકરી મોતના ઘાટ ઉતાર્યા છે. એક રિપોર્ટ અનુસાર 36 બાળકોની સાથે આમ થયું છે અને જ્યારે તેણે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવાનું શરૂ કર્યું ત્યારે તે માત્ર 17 વર્ષનો હતો. 

રવિંદરે આપી દરેક કેસની જાણકારી 
પોલીસને પહેલા રવિંદરની વાતો પર વિશ્વાસ ન થયો પરંતુ તેણે દરેક કેસની જાણકારી વિસ્તૃત અને સટીક રીતે આપી. જણાવવામાં આવી રહ્યું છે કે તેના અપરાધ કરવાની એક ચોક્કસ પેટર્ન હતી. પહેલા તે દારૂ પીતો હતો. પછી બાળકોને પકડતો હતો. ત્રણ આંગળીઓથી ગળુ દબાવીને રેપ કરતો હતો અને હત્યા કરી દેતો હતો. 

36 કેસમાંથી ફક્ત 3માં જ આરોપ સાબિત
રવિંદરના વિરૂદ્ધ 36 કેસોમાંથી અત્યાર સુધી ફક્ત ત્રણમાં જ આરોપ નક્કી થયા છે. બાકીમાં પોલીસને પુરાવા નથી મળ્યા. 2019માં તેને વધુ એક કેસમાં 10 વર્ષની સજા થઈ હતી. 

2015ના કેસમાં મળી આજીવન કારાવાસની સજા 
પરંતુ 2015ના એક કેસમાં 25મેએ કોર્ટે તેને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. સજા સંભળાવતા રોહિણી કોર્ટના એડિશ્નલ શેસન્સ જજ સુનીલે એ તો માન્યું કે રવિંદરનો અપરાધ જધન્ય છે પરંતુ તેને મોતની સજા ન સંભળાવી. 

જજે કહ્યું- "બચાવ પક્ષની એ દલીલ કે આરોપી ગરીબ છે. એ કોઈ આધાર નથી કે તેના પ્રત્યે નરમી રાખવામાં આવે. જોકે તેના વિરૂદ્ધ જેલથી કોઈ નેગેટિવ રિપોર્ટ નથી આવ્યો. તેનું વર્તન જેલમાં સારૂ હતું. જ્યાં સુધી વાત મૃત્યુ દંડ આપાની છે તો તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ પરંતુ આ કેસમાં શંકા છે. આરોપીનો DNA પીડિતાના ફક્ત એક કપડાથી મળ્યો છે. બીજી જગ્યાઓ પરથી નહીં. સાથે જ આ કેસમાં કોઈ શાક્ષી નથી. એવામાં શંકા છે. આરોપી કોઈ યૌન શિકારીથી કમ પણ નથી. તેને વધારેમાં વધારે સજા મળવી જોઈએ. જેનાથી સમાજમાં એક સંદેશ જાય." 

સંકળાયેલા મુદ્દાઓ

Crime Delhi Court delhi rapist બળાત્કાર Delhi Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ