Coronavirus / 3 દિવસમાં 44, 10 દિવસમાં 400થી વધુ મોત, કોરોનાના કેસમાં અહીં ગુજરાતને પણ પાછળ છોડી વુહાન જેવો ટ્રેન્ડ

delhi coronavirus positive case death wuhan china

દેશની રાજધાનીમાં છેલ્લા કેટલા દિવસથી ચીનના વુહાન જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો તે કોરોના વાયરસના કેસની વાત હોય કે કોવિડ-19થી મરનારા દર્દીઓની, દિલ્હી દેશમાં ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. અહીંની પરિસ્થિતિ કેટલી ભયાનક છે તે આ વાત પરથી ખબર પડે છે કે 1 જૂનથી 3 જૂન વચ્ચે ત્રણ દિવસમાં 44 લોકોની કોવિડ-19થી મોત થયાં. સરકારી આંકડાઓ મુજબ 1 જૂનના રોજ 9 દર્દી, 2 જૂનના 10 દર્દી અને 3 જૂનના 25 દર્દીઓના મૃત્યું થયા. હવે દિલ્હીમાં મરનારાઓની સંખ્યા 708 થઇ ગઇ છે. દિલ્હીમાં 27 મે સુધી મોતનો આંકડો 303 હતો. એટલે કે છેલ્લા 10 દિવસમાં 400થી વધારે લોકોના મોત થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ