બ્રેકિંગ ન્યુઝ
VTV / delhi cm kejriwal announced that unemployed will get 3000 per month
Mayur
Last Updated: 01:49 PM, 16 January 2022
ADVERTISEMENT
વર્ષ 2022 ચૂંટણીઓનું વર્ષ રહેવાનું છે. ગોવા સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના પ્રચાર માટે આજે ગોવા પહોંચ્યા ગયા છે.
બેરોજગારી ભથ્થું 3000
ગોવામાં CM કેજરીવાલે જાહેરાત કરી હતી કે જો AAPની સરકાર બનશે તો તેઓ દરેકને રોજગાર આપશે અને જો તેઓ રોજગાર આપી શકશે નહીં તો દરેકને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપશે. આ જાહેરાતે યુવાનોનું ધ્યાન ખેંચ્યું હતું.
ADVERTISEMENT
ભાજપ કોંગ્રેસ બંને એક જ કુલના
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગોવામાં એકવાર બીજેપી અને એકવાર કોંગ્રેસની સરકાર બની ચૂકી છે. અને હવે તે બંને એક જ પાર્ટી બની ગયા છે. કોંગ્રેસના તમામ લોકો પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે. માટે તેમનું કુળ એક જ છે અને લોકો પરિવર્તન ઈચ્છે છે. માટે ગોવામાં આપ જીતશે.
PM મોદીએ જ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર ભારતની સૌથી ઈમાનદાર પાર્ટી છે. પીએમ મોદીએ ખુદ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે. તેમણે કહ્યું હતું કે PM મોદીએ પડાવેલ દરોડામાં મારા કે મારા મંત્રીઓના ઘરેથી કંઇ મળ્યું ન્હોતું. કારણ કે અમે ભ્રષ્ટાચાર કરતાં નથી. જો ભ્રષ્ટાચાર કરતાં હોત તો અમે ડરતા હૉત.
ગોવામાં 6 મહિનામાં માઇનિંગ શરૂ થશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે માઈનિંગમાં ઘણા લોકોને અંગત રસ છે. અમારો ઈરાદો સ્પષ્ટ છે. તેમણે કહ્યું હતું કે જો ગોવામાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 6 મહિનામાં અમે માઈનિંગ શરૂ કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગોવાની સ્થિતિ માટે તમામ પાર્ટીઓ જવાબદાર છે. એવામાં આમ આદમી પાર્ટી જનતામાં નવી આશા બનીને ઉભરી આવી છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ગોવામાં આપ જુસ્સા સાથે ચૂંટણી લડવાના ઇરાદે જ મેદાનમાં ઉતરી છે તો સામે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીના જીતવાના ચાંસ વધી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.