delhi city traffic inspector beaten in delhi see video
નિંદનીય ઘટના /
VIDEO : યુવક-યુવતીની દબંગાઈ, રોંગ સાઈડથી આવી રહેલી સ્કૂટી રોકી તો પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર્યો
Team VTV04:22 PM, 08 Jun 22
| Updated: 04:57 PM, 08 Jun 22
દિલ્હીમાં યુવતી અને તેના મિત્રો દ્વારા પોલીસના જવાનને જાહેરમાં મારઝૂડ કરવાનો એક વીડિયો વાયરલ થયો છે.
દિલ્હીની શરમજનક ઘટના
પોલીસ જવાન પર હુમલાનો ચોંકાવનારો કિસ્સો
યુવતીએ મિત્રો સાથે મળીને પોલીસ જવાનને જાહેરમાં માર માર્યો
પોલીસ જવાનની મારપીટનો વીડિયો વાયરલ
લોકોએ યુવતી સામે પગલાં ભરવાની કરી માગ
રાષ્ટ્રીય રાજધાનીમાં પોલીસ જવાન પર જાહેરમાં હુમલો કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના સાથીઓ સાથે મળીને દિલ્હી પોલીસના જવાનને જાહેરમાં માર માર્યો હતો. યુવતીએ ખુલ્લેઆમ રસ્તા પર ઘમંડ બતાવ્યો હતો અને તેના સાથીઓ સાથે મળીને પોલીસકર્મીને માર માર્યો હતો. આ મારપીટનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
— Abhishek Tiwari - 'असीर-ए-इश्क़' (@abhishe_tiwary) June 8, 2022
ટ્રાફિક પોલીસના જવાન ટ્રાફિક ખોલાવવા પહોંચ્યાં હતા
જાણકારી મુજબ આ ઘટના પોલીસકર્મી સાથે ત્યારે બની જ્યારે તે દેવલી રોડ પર ટ્રાફિક ખોલવા પહોંચ્યો હતો. આ મામલે યુવતીએ પોલીસ જવાન પર મારપીટનો આરોપ લગાવ્યો છે. સાથે જ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યુવતી માત્ર પોલીસકર્મી સાથે જ ખરાબ વર્તન કરતી જોવા નથી મળી રહી, પરંતુ તેને માર પણ મારી રહી છે. આવામાં યુવતીના મિત્રો પણ તેને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે.
રોંગ સાઈડથી આવતી અટકાવી એટલે યુવતી વિફરી
આ યુવતીએ મચાવેલી ધમાલ દરમિયાન ટ્રાફિકના સહકર્મચારીઓએ મામલો થાળે પાડ્યો હતો. આ મામલો બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસનો છે. હકીકતમાં જ્યારે પોલીસકર્મીએ દેવલી વળાંક પર ખોટી દિશામાંથી આવતી સ્કૂટી પર સવાર યુવતીને રોકી તો તે ભડકી ગઈ અને તેના અન્ય સાથીઓ સાથે મળીને તેને માર માર્યો.
ભીડમાંથી કોઈએ પણ પોલીસકર્મીની મદદ ન કરી
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે હાજર છે. પરંતુ આ ભીડમાંથી કોઈ પણ પોલીસકર્મીની મદદ માટે આગળ આવ્યું ન હતું. બધા સ્તબ્ધ રહી ગયા. લોકો આ ઘટનાના વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. આ સાથે જ ઘટનાસ્થળે હાજર બે ટ્રાફિક પોલીસકર્મી તેની મદદ કરતા જોવા મળ્યા હતા.