બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Delhi Capitals win by 17 runs and march into finals of IPL 2020

IPL 2020 / હૈદરાબાદને 17 રનથી હરાવીને દિલ્હી પહેલીવખત પહોંચ્યું ફાઇનલમાં, 10 નવેમ્બરે મુંબઈ સાથે થશે ટક્કર

Hiren

Last Updated: 12:08 AM, 9 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLના 13મી સીઝનના ક્વાલિફાયર-2ના મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ(DC) જીત્યું. રવિવાર રાત્રે અબુ ધાબીમાં કરો યા મરોની આ મેચમાં દિલ્હીએ સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રને હરાવ્યું.

  • દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું
  • દિલ્હી કેપિટલ્સ ઇતિહાસમાં પહેલી વખત ફાઇનલ મેચમાં રમશે
  • 10 નવેમ્બરે દિલ્હીની મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટક્કર

દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી દીધું. આ જીત સાથે જ દિલ્હી પહેલી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. 190 રનોના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે 20 ઓવરમાં 172/8 રન જ બનાવી શકી. માર્કસ સ્ટોઇનિસ(3-0-26-3)એ સનરાઇઝર્સે ત્રણ ઝટકા આપ્યા, જેમાં કેન વિલિયમસનની મહત્વની વિકેટ પણ સામેલ છે. કૈગિસો રબાડા(4-0-29-4)એ ચાર વિકેટ લઇને દિલ્હીની જીત નક્કી કરી.

આ ખુબ જ મહત્વની જીતની સાથે દિલ્હી કેપિટલ્સ ઇતિહાસમાં પહેલી વખત આઇપીએલના ફાઇનલ મેચમાં રમશે. હવે ફાઇનલ મેચમાં 10 નવેમ્બરે દુબઈમાં દિલ્હીની ટક્કર ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સાથે થશે.

બીજી તરફ આ હાર બાદ હાજર આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની સફર ખતમ થઇ જશે. સતત ચાર જીત બાદ ડેવિડ વૉર્નરની કેપ્ટનશીપવાળી સનરાઇઝર્સ ટીમ પોતાના જીત યથાવત્ રાખવામાં નિષ્ફળ નીવડી અને તેને ટૂર્નામેન્ટથી બહાર થવું પડ્યું.

190 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ ટીમને પહેલો ઝટકો 12ના સ્કોરે લાગ્યો, જ્યારે કેપ્ટન ડેવિ વૉર્નર(2)ને કૈગિસો રબાડાએ બોલ્ડ કર્યા. ઇનિંગ શરૂ કરવા આવેલ પ્રિયમ ગર્ગ(17)એ માર્કસ સ્ટોઇનિસને બોલ્ડ કર્યા. આ ઓવરમાં સ્ટોઇનિસે મનીષ પાંડે(21)ને પણ પોતાના શિકાર બન્યા.

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Capitals Ipl 2020 ક્રિકેટ દિલ્હી કેપિટલ્સ IPL 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ