બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 11:36 PM, 9 February 2020
ADVERTISEMENT
ચૂંટણી પંચે કહ્યું કે દરેક બૂથથી મતદાનની ડિટેઇલ એકત્ર કર્યા બાદ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે કહ્યું કે શનિવાર મોડી સાંજ સુધી મતદાન થતું રહ્યું, જેને લઇને દરેક બૂથથી આંકડા એકત્ર કરવામાં સમય લાગ્યો. તેમણે કહ્યું કે, બલ્લીમરાન વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ 71.60 ટકા મતદાન થયું. દિલ્હી કેન્ટ વિસ્તારમાં સૌથી ઓછું 45.4 ટકા મતદાન થયું. ઓખલા વિધાનસભા ક્ષેત્રમાં 58.84 અને સીલમપુરમાં 71.22 ટકા મતદાન થયું.
ADVERTISEMENT
ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભામાં 60.50 ટકા મતદાન થયું હતું. 2015 કરતા 2020માં 5 ટકા ઓછુ મતદાન થયું છે. ચાલુ દિવસે મતદાન હોવાથી લોકો સાંજે મતદાન માટે આવ્યા હોઇ શકે. EVM ચોરી મામલે તપાસ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ પર ઉઠાવેલા આક્ષેપો ચૂંટણી પંચે ફગાવ્યા છે. કહ્યું કે, બંને બુથ પર રિઝર્વ EVM રાખવામાં આવ્યા હતા. બંને મશીનમાં મતદાન થયું નથી.
આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા
આ પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા હતા કે મતદાન પૂર્ણ થવાના આટલા સમય બાદ સુધી મત ટકાવારીનો આંકડો કેમ ન જાહેર કરાયો છે.
ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કરી સવાલ ઉઠાવ્યા છે કે અંતે ચૂંટણી પંચે મતદાનના આટલા સમય બાદ પણ મતની ટકાવરી કેમ જાહેર ન કરી. ભાજપ નેતા કપિલ મિશ્રાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આપ દિલ્હીની જનતાનું અપમાન કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 / પૂર્વ શિવસૈનિક જ ભાજપ-શિવસેનાનો ખેલ બગાડશે! ઠાકરે-ફડણવીસની મિત્રતા દાવ પર
વાવ વિધાનસભા પેટા ચૂંટણી / 'ભાજપ જીતશે એવું વિચારતું હોય તો...', વાવ બેઠકને લઇ કોંગી ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.