બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:29 AM, 5 February 2025
Delhi Assembly Election : દિલ્હીમાં મુખ્યમંત્રી આતિશીના કાર્યાલય સાથે સંબંધિત એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગઇકાલે રાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) તરીકે કામ કરતો ગૌરવ પોલીસે 5 લાખ રૂપિયા રોકડા સાથે પકડાયો છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક ખાનગી કારની તપાસ દરમિયાન આટલી મોટી રકમ રોકડ મળી આવી. ગૌરવે જણાવ્યું કે, તે CM આતિશીની ઓફિસમાં કામ કરે છે. કારમાં એક સરકારી ડ્રાઈવર હતો જેની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે જોકે આમ આદમી પાર્ટીએ આ કેસને 'પ્લાન્ટેડ' ગણાવ્યો છે.
ADVERTISEMENT
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર પકડાયા બાદ બંને લોકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. તેમના દાવાની ચકાસણી કરવામાં આવી રહી છે. FST ટીમને પણ બોલાવવામાં આવી છે. આદર્શ આચારસંહિતા દરમિયાન વ્યક્તિ ફક્ત 50,000 રૂપિયા રોકડા લઈ જઈ શકે છે અને જો કોઈની પાસે આનાથી વધુ રોકડ હોય, તો આવકવેરા સહિત તમામ એજન્સીઓને પુરાવા બતાવવા પડશે. ગૌરવના મોબાઇલ પરથી મળેલી માહિતીમાં પંકજ અને ગૌરવ વચ્ચેની વાતચીત કોડ શબ્દોમાં છે. ગૌરવનો મોબાઇલ ફોન પોલીસે જપ્ત કરી લીધો છે. વાતચીત ચૂંટણી અને અલગ અલગ વોર્ડ વિશે છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોને, ક્યાં અને કેટલા પૈસા આપવાના છે તે અંગે કોડ વર્ડ્સમાં ચર્ચા થઈ રહી છે.
🚨 HUGE BREAKING
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 4, 2025
Gaurav, who is said to be close aide of Delhi CM Atishi, was caught red handed by Locals while distributing ₹5 lakh 😡
— "AAP: Kattar Imaandaar Party....?" pic.twitter.com/jI6SxkdQUx
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીએ કેસને 'પ્લાન્ટેડ' ગણાવ્યો
આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, 5 લાખ રૂપિયાની રોકડ જપ્તીનો મામલો પ્લાન્ટેડ હતો. પાર્ટીએ કહ્યું છે કે, વીડિયોમાં દેખાતા વ્યક્તિએ સ્પષ્ટ કહ્યું છે કે, આ તેના પોતાના પૈસા છે. AAP એ કહ્યું કે, જ્યાં ખરેખર પૈસા વહેંચવામાં આવી રહ્યા છે, ત્યાં દિલ્હી પોલીસ કંઈ કરી શકતી નથી. ભાજપના કાર્યકરો ઝૂંપડપટ્ટીમાં ખુલ્લેઆમ પૈસા વહેંચી રહ્યા છે પરંતુ દિલ્હી પોલીસ આંખ આડા કાન કરી રહી છે. થોડા દિવસો પહેલા પણ ભાજપના સભ્યોએ નકલી પંજાબ નંબરવાળી ગાડી પાર્ક કરી હતી. દિલ્હી પોલીસે જઈને બતાવ્યું કે, રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે, જ્યારે વાસ્તવમાં તે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કાવતરું હતું. ભાજપ ચૂંટણીમાં ખુલ્લેઆમ ગુંડાગીરી કરી રહી છે, પત્રકારોને માર મારી રહી છે, પૈસા વહેંચી રહી છે, મતદાન કરતા પહેલા આંગળીઓ પર શાહી લગાવી રહી છે, પરંતુ દિલ્હી પોલીસ સંપૂર્ણપણે મૌન છે.
મેં મારું ઘર વેચીને બીજું ઘર ખરીદ્યું તેના પૈસા : ગૌરવ
ધરપકડ કરાયેલા બેમાંથી એક ગૌરવે જણાવ્યું કે, તે 5 લાખ રૂપિયા લઈને તેના ઘરે જઈ રહ્યો હતો અને તે CM આતિશીની ઓફિસમાં કામ કરે છે. તેણે કહ્યું કે, તેણે પોતાનું ઘર વેચીને બીજી જગ્યાએ ઘર ખરીદ્યું છે અને તેને આ 5 લાખ રૂપિયા પણ મળ્યા છે. તેણે કહ્યું કે રોકડ તેની જ છે અને તેની પાસે પુરાવા પણ છે જે તે પોલીસને બતાવી શકે છે.
વધુ વાંચો : દિલ્હીની 70 બેઠકો પર આજે મતદાન, 699 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે 1.56 કરોડ મતદાતા
જાણો શું કહે છે આચારસંહિતા નિયમ ?
ચૂંટણી આચારસંહિતાના નિયમો અનુસાર આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિ 50 હજાર રૂપિયાથી વધુ રોકડ સાથે મુસાફરી કરી શકશે નહીં. આવી સ્થિતિમાં 5 લાખ રૂપિયાની વસૂલાત ચોક્કસપણે નિયમોના ઉલ્લંઘનની શ્રેણીમાં આવે છે. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈ લીધા છે અને આ કેસમાં સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ આટલી મોટી રકમની રિકવરીનો સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરી રહી છે અને તેનો ઉપયોગ ક્યાં થવાની શક્યતા હતી. આ સમગ્ર મામલામાં બીજું કોણ કોણ સંડોવાયું છે તે જાણવા માટે ગૌરવ અને ડ્રાઇવરની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.