બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 03:08 PM, 8 February 2020
ADVERTISEMENT
આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન (Harsh Vardhan), વિદેશ મંત્રી એસ. જયશંકર (S.Jaishankar), બીજેપી સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ વર્મા સહિતના ઘણા દિગ્ગજ નેતાઓએ મતદાન કરી ચૂક્યા છે.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલ પોતાના પરિવાર સાથે મતદાન નાંખવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. મતદાનથી પહેલા કરવામાં આવેલા એક ટ્વિટને લઇને મુખ્યમંત્રીની ઘણી ટીકાઓ થઇ રહી છે. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani) એ મુખ્યમંત્રીને 'મહિલા વિરોધી' બતાવ્યા છે.
સ્મૃતિ ઇરાનીએ ટ્વિટ કર્યું, 'શું આપ મહિલાઓને એટલા સક્ષમ નથી સમજતા કે તેઓ સ્વંય નક્કી કરી શકે કે કોને વોટ આપવાનો છે? મહિલા વિરોધી કેજરીવાલ'. ત્યારે કેજરીવાલે કેન્દ્રીય મંત્રીને જવાબ આપતા ટ્વિટ કર્યું, 'સ્મૃતિ જી, દિલ્હીની મહિલાઓએ કોને વોટ આપવાનો છે એ નક્કી કરી લીધું છે અને આખી દિલ્હીમાં આ વખતે પોતાના પરિવારનો વોટ મહિલાઓએ જ નક્કી કર્યો છે. અંતે ઘર તો તેઓને જ ચલાવવાનું હોય છે.' ત્યારબાદ સ્મૃતિ ઇરાનીએ આ ટ્વિટ પર જવાબ આપતા લખ્યું,' જે સલાહ આપ મહિલાઓને આપી રહ્યા છો આજે કેટલા પુરુષોને ટ્વીટ કરીને આવી સલાહ આપી છે'?
आप क्या महिलाओं को इतना सक्षम नहीं समझते की वे स्वयं निर्धारित कर सके किसे वोट देना है ? #महिलाविरोधीकेजरीवाल https://t.co/fUnqt2gJZk
— Smriti Z Irani (@smritiirani) February 8, 2020
સ્મૃતિ ઇરાનીના કટાક્ષ પર અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરતા કહ્યું,' મારો અર્થ હતો કે મહિલાઓ જાણે છે કે ઘર કેવી રીતે ચાલે છે. મેં એમ પણ લખ્યું હતું કે મહિલાઓ ઘરના પુરુષોને વોટ નાંખવા માટે લઇને જાય. તેમની સાથે ચર્ચા કરે.'
મનોજ તિવારીના મંદિર અશુદ્ધ કરવાના આરોપ પર તેઓએ કહ્યું, 'મારા જુતા એવા છે કે તેઓને હાથ લગાવીને ઉતારવાની જરૂર નથી પડતી. મારા જવાથી મંદિર કેવી રીતે અશુદ્ધ થઇ શકે છે. ભગવાન બીજેપી નેતાઓને સદબુદ્ધિ આપે.'
स्मृति जी, दिल्ली की महिलाओं ने किसे वोट देना है ये तय कर लिया है। और पूरी दिल्ली में इस बार अपने परिवार का वोट महिलाओं ने ही तय किया है। आखिर घर तो उन्हें ही चलाना होता है https://t.co/Psszwmmd3a
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 8, 2020
નોંધનીય છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) એ ટ્વિટ કર્યું હતું, 'મતદાન કરવા જરુર જાઓ. તમામ મહિલાઓને ખાસ અપીલ- જેવી રીતે આપ ઘરની જવાબદારી ઉઠાવો છો, એવી જ રીતે દેશ અને દિલ્હીની જવાબદારી આપના ઉપર છે. આપ તમામ મહિલાઓ વોટ નાંખવા જરુર જજો અને આપના ઘરના પુરુષોને પણ લઇ જજો. પુરુષો સાથે ચર્ચા જરૂર કરજો કે કોને વોટ આપવા યોગ્ય રહેશે.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.