દિલ્હીમા ભાજપના દિગ્ગજ નેતા સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. શાહ દિલ્હીનાં કેન્ટ વિસ્તારમાં ‘મહા જન સંપર્ક અભિયાન’ હેઠળ ડોર ટુ ડોર કેમ્પેઈન ચલાવશે. એ પછી તે ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
રવિવારે સાંજે 6.45 વાગે બુરાડીમાં ચુંટણી રેલી
ભાજપ દિલ્હીની ચૂંટણીમાં દિગ્ગજોને ઉતાર્યા
અમિત શાહ મેદાન મારવા પ્રયત્નશીલ
ભાજપનું મહા જન સંપર્ક અભિયાન ચાલું
દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી પોતાની તમામ તાકાત અજમાવી રહી છે. દિલ્હીમાં ભાજપનાં દિગ્ગજ નેતાઓની ફોજ ચૂટણી પ્રચાર કરી રહી છે. રવિવારે ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીનાં કેન્ટ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે. તે અહીં મહા જન સંપર્ક અભિયાન હેઠળ ડોર ટુ ડોર કેમ્પેઈન કરશે. આ પછી રવિવારે સાંજે 6.45 વાગે બુરાડીમાં ચુંટણી રેલીનું આયોજન કરશે.
અમિત શાહ - નડ્ડા આ અભિયાન હેઠળ જનસંપર્ક કરશે
અમિત શાહની સાથે ભાજપનાં અધ્યક્ષ જેપી નડ્ડા પણ મહા જન સંપર્ક અભયાનમાં જોડાશે. તેમજ તે રવિવારે નવી દિલ્હીનાં ગ્રેટર કૈલાશમાં અભિયાનથી પોતાની ચૂંટણી પ્રચારની શરુઆત કરશે.
રેલી પણ સંબોધશે અમિત શાહ
અમિત શાહ રવિવારે બુરાડીમાં કૌશિક ઈનક્લેવની જનસભાને સંબોધિત કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને જંગ છેડાયો છે. રાજકારણીઓ એક બીજા પર નિશાનો સાધી રહ્યાં છો. આપ સત્તા ટકાવવાના પ્રયત્નમાં છે તો ભાજપ આ ગઢ જીતવાની હોડમાં લાગી છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે અનેક આપ અને કોંગ્રેસ પર અનેક નિશાનો સાધી ચૂક્યા છે.