બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 'જન અદાલતને' સંબોધિત કરશે અરવિંદ કેજરીવાલ, આ તારીખે દિલ્હીમાં યોજાશે કાર્યક્રમ

રાજકારણ / 'જન અદાલતને' સંબોધિત કરશે અરવિંદ કેજરીવાલ, આ તારીખે દિલ્હીમાં યોજાશે કાર્યક્રમ

Last Updated: 07:24 AM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ દિલ્હીમાં 'જનતા કી અદાલત' કાર્યક્રમ યોજશે.

Arvind Kejriwal Will Address Janta Ki Adalat: દિલ્હીનું મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ અરવિંદ કેજરીવાલ ચૂંટણી મોડમાં આવી ગયા છે. આ જ કારણ છે કે તેણે 22 સપ્ટેમ્બરે દિલ્હીમાં જન અદાલતને સંબોધન કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાશે. AAP નેતા ગોપાલ રાયે આ બાબતની જાણકારી આપી છે.

PROMOTIONAL 10

આતિશી નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કેજરીવાલના રાજીનામા બાદ પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAPએ બૂથ સ્તર પર સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

વધુ વાંચો : ભાજપ માટે જમ્મુનો ગઢ જીતવો અધરો, 31 વર્ષમાં માત્ર આટલા ટકા વધ્યો વોટ શેયર

પાર્ટીના કાર્યકરોને સેનાપતિની જેમ લડવું પડશે : ગોપાલ રાય

AAP નેતૃત્વએ ગુરુવારે દિલ્હી ચૂંટણીની તૈયારીઓને લઈને રાજ્ય સ્તરે વિભાગીય પ્રભારીઓની બેઠક બોલાવી હતી. જેમાં ગોપાલ રાયે કહ્યું હતું કે પાર્ટીના તમામ કાર્યકરોએ સેનાપતિની જેમ લડવું પડશે. જેથી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ભારે બહુમતી સાથે મુખ્યમંત્રી બની શકે. આ ઉપરાંત ગોપાલ રાયે કહ્યું કે 22મી સપ્ટેમ્બરે દિલ્હીના જંતર-મંતર પર જન અદાલત યોજાશે. જેમાં પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ સંબોધિત કરશે.

કેજરીવાલ આજથી હરિયાણા ચૂંટણીના શ્રીગણેશ કરશે

અરવિંદ કેજરીવાલ હરિયાણા ચૂંટણી પ્રચારમાં માટે આજે એટલે કે 20 સપ્ટેમ્બરે જગધરી મતવિસ્તારમાં રોડ શો કરશે. પાર્ટીના મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે કહ્યું કે 'કેજરીવાલ આગામી દિવસોમાં રાજ્યના 11 જિલ્લામાં 13 કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. જેમાં ડબવાલી, રાનિયા, ભિવાની, મહેમ, કલાયત, અસંધ અને બલ્લભગઢ અને અન્ય મતવિસ્તારોનો સમાવેશ થશે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Janta Ki Adalat arvind kejriwal Aam Aadmi Party
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ