બ્રેકિંગ ન્યુઝ
VTV / Delhi air pollution supreme court modi government arvind kejriwal
Hiren
Last Updated: 05:33 PM, 4 November 2019
ADVERTISEMENT
દિલ્હી-એનસીઆરના ગેસ ચેમ્બરમાં ફેરવાય જવા પર સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારોને ફટકાર લગાવી છે. દેશની સર્વોચ્ચ કોર્ટે આને જીવવાના અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
SCએ યુપી, હરિયાણા અને પંજાબને કરી તાકીદ
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને પૂછ્યું કે તમે હવાને સારી બનાવવા માટે શું કરી રહ્યા છો. આ સિવાય કોર્ટે હરિયાણા અને પંજાબ સરકારને પણ પૂછ્યું કે તમે પરાલી સળગાવવામાં તાત્કાલિક રોક લગાવો.
કોર્ટે કહ્યું આ પ્રકારે ન જીવી શકાય. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે કંઇ કરવું જોઇએ. આ પ્રકારથી ન ચાલી શકે. આ બહુ વધારે છે. શહેરમાં કોઇ રૂમ, કોઇ ઘરમાં સુરક્ષિત નથી. અમે આ પ્રદૂષણમાં લોકો પોતાની કિંમતી જીંદગી ગુમાવી રહ્યા છે. જીવન જીવવાનો અધિકાર સૌથી મહત્વનો છે.
સુપ્રીમ કોર્ટે આ સિવાય પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને પણ આ મામલાને લઇને કોર્ટ સમક્ષ હાજર થવા કહ્યું છે. સાથે જ દિલ્હી અને કેન્દ્ર સરકારને પણ એક્સપર્ટની સલાહ લઇને તાત્કાલિક જરૂરી પગલા ભરવા માટે કહ્યું છે.
દિલ્હી સરકારને SCને પૂછ્યું- ઑડ ઈવનનો શું ફાયદો?
સુપ્રીમ કોર્ટની અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી સરકારને કેટલાક સવાલો પૂછ્યા છે. જોકે, અરજી કરનાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં ગાડીથી વધુ ટૂ વ્હીલર્સ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે. આના પર સુપ્રીમ કોર્ટને પૂછ્યું કે ઑડ ઈવનથી શું ફાયદો થઇ રહ્યો છે?
દિલ્હી સરકારને કહ્યું કે રોડ પર ઓછી સંખ્યામાં ગાડી હોવાથી પ્રદૂષણ ઓછું ફેલાઇ રહ્યું છે, લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટથી સફર કરી રહ્યા છે. આની સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડીઝલ વાહન બેન કરવા સમજ આવે છે પરંતુ ઑડ ઈવન શું છે? ગતવર્ષે તમે કહ્યું હતું 3000 બસ આવશે, પરંતુ માત્ર 120 જ આવી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકો કેવી રીતે વિચારે છે, તે જોવું પડશે. આજે કોઇ પણ મેટ્રોથી એરપોર્ટ નથી જવા માંગતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.