બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / delhi aiims cyber attack FIR details that the attack is originated from china

સાયબર ક્રાઇમ / તવાંગ અથડામણ પહેલા ચાલબાજ ચીને કર્યું હતું બીજું એક ખોટું કામ, ગૃહમંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો

Vaidehi

Last Updated: 05:52 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોસ્પિટલનાં 100 સર્વરોમાં 40 ફિઝિકલ અને 60 વર્ચ્યુએલ રૂપથી હેક કરવામાં આવ્યાં હતાં. તેમાંથી 5 સર્વરોનો ડેટા હેકર્સે સફળતાપૂર્વક રિકવર કરી લીધેલ છે.

  • એમ્સ પર થયેલ સાયબર અટેક પાછળ ચીનનો હાથ
  • સર્વર હેકિંગ અંગે  રિપોર્ટમાં થયાં છે ખુલાસા
  • 5 સર્વરોનો ડેટા થઇ ગયો છે રિકવર 

દિલ્હીનાં એઇમ્સમાં હોસ્પિટલમાં થયેલ સાયબર અટેક પર FIR નોંધાઇ હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે આ સાયબર અટેક ચીને કર્યો છે. હોસ્પિટલનાં 100 સર્વરોમાં 40 ફિઝિકલ અને 60 વર્ચ્યુએલરૂપે હેક કરવામાં આવ્યાં છે. તેમાંથી 5 સર્વરોનો ડેટા રિકવર થઇ ગયો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ મુદે માહિતી આપી હતી.

NIA સાયબર અટેક પર કરી રહી છે તપાસ
25 નવેમ્બરનાં દિલ્હી પોલીસની ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ IFSOએ ખંડણી અને સાયબર ક્રાઇમનો કેસ નોંધ્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA હવે આ સાયબર અટેકની તપાસ કરી રહી છે. NIA ની સાથે ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલય અને દિલ્હી સાયબર ક્રાઇમ, ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન, CBI સાયબરનાં હુમલાની તપાસ કરી રહ્યાં છે.

AIIMS પર થયો હતો સાયબર અટેક
એમ્સ દિલ્હીએ પહેલીવાર 23 નવેમ્બરનાં રોજ પોતાના સર્વરમાં ગડબડની માહિતી આપી હતી. સર્વરની સુરક્ષા માટે 2 વિશ્લેશકોને પણ સાયબર સુરક્ષાનાં ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કરી દેવાયાં છે. એમ્સનાં અધિકારીઓએ કહ્યું કે ઇ-હોસ્પિટલનો ડેટા પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યો છે. સેવાઓ બંધ કર્યાં પહેલા નેટવર્કને ક્લિન કરવામાં આવી રહ્યું છે. ડેટાની માત્રા અને હોસ્પિટલ સેવાઓ માટે સર્વર-કમ્પ્યુટરની મોટી સંખ્યાનાં કારણે પ્રક્રિયામાં થોડો સમય લાગી રહ્યો છે. 

CFSLની લેવાઇ હતી મદદ
આ મહિનાની શરૂઆતમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એમ્સ દિલ્હીમાં કમ્પ્યુટર સિસ્ટમ પર થયેલ હુમલાની તપાસ કરી હતી. સૂત્રો અનુસાર મેલવેયર હુમલામાં સોર્સની ઓળખ માટે એમ્સ દિલ્હીનાં સર્વરની તપાસ માટે CFSL સેન્ટ્રલ ફોરેન્સિક લેબની એક ટીમને સેવામાં લગાવવામાં આવ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

AIIMS Delhi cyber attack રિપોર્ટ સાયબર ક્રાઈમ cyber attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ