બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દહેગામની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિજનોને આર્થિક સહાય, PM નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત

ગાંધીનગર / દહેગામની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિજનોને આર્થિક સહાય, PM નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત

Last Updated: 04:39 PM, 14 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે 8 લોકોના મોત થયા હતા, જે દુર્ઘટનાના પગેલ PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું તેમજ મૃતકના સંબંધીઓને 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે

ગણેશ વિસર્જનમાં ડૂબવાથી દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે 8 લોકોના મોત થયા હતા. મેશ્વો નદીમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા યુવકોમાંથી 10 લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી 8 લોકોના મોત થયા હતા. જે દૂર્ઘટનાના પગેલ PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું તેમજ મૃતકના સંબંધીને PMNRFમાંથી રૂપિયા 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે

PM મોદીએ સહાયની જાહેરાત કરી

PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના. વધુ એક ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે, ગુજરાતના દહેગામમાં ડૂબી જવાની ઘટનામાં દરેક મૃતકના સંબંધીઓને PMNRF માંથી રૂપિયા 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શ્રદ્ધાજલિં

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ દહેગામના સોગઠી ગામે જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાજલિં પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે, ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામના 8 યુવાનો નદીમાં નહાવા જતાં ડૂબી જવાથી મૃત્યુ પામવાના સમાચારથી અંત્યત દુ:ખની લાગણી અનુભવુ છું. આ અણધારી વિદાયથી તેમના પરિવાર પર આવેલી આફતથી વ્યથિત છું. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માઓને તેમના શ્રીચરણમાં વાસ આપે તેમજ તમામ પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે.

આ પણ વાંચો: 27 નિર્દોષોનો ભોગ લેનાર મનસુખ સાગઠિયાનો બંગલો થશે જમીનદોસ્ત! મનપાએ મંગાવી વિગતો

PROMOTIONAL 10

5 દિવસમાં કુલ 15 લોકોએ વિસર્જનમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો

અત્રે જણાવીએ કે, 8 મૃતકમાંથી 7 લોકો વાસણા સોગઢી ગામના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે, જ્યારે અન્ય 1 કપડવંજ તાલુકાના વાધાવત ગામનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાને લઇને ચકચાર મચી છે. ગણેશ વિસર્જન જ્યારથી શરૂ થયું છે ત્યારથી યુવકોના ડૂબવાની ઘટના સામે આવી રહી છે. 8 તારીખથી લઇને ગઈકાલ સુધીના 5 દિવસમાં કુલ 15 લોકોએ વિસર્જનમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vasana Sogathi drowned PM Modi tweet PM Modi aid announcement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ