defense minister rajnath singh will celebrate dussehra in sikkim today
શસ્ત્ર પૂજા /
રક્ષામંત્રી રાજનાથસિંહે સિક્કિમમાં જવાનો સાથે ઉજવી દશેરા, શસ્ત્ર પૂજા પણ કરી
Team VTV07:31 AM, 25 Oct 20
| Updated: 10:39 AM, 25 Oct 20
રક્ષામંત્રી રાજનાથસિંહ દશેરાની ઉજવણી દેશના જાંબાજ જવાનો સાથે કરી. આજે રાજનાથસિંહ સિક્કીમની મુલાકાતે છે. જ્યાં રાજનાથસિંહ સેનાના જવાનોને મળશે. ત્યાર બાદ શસ્ત્ર પૂજા પણ કરી. સાથે જ LAC પર ફોરવર્ડ વિસ્તારોમાં સેનાની તૈયારીઓની સમીક્ષા પણ કરશે.
રાજનાથસિંહ જવાનો સાથે ઉજવી દશેરા
સિક્કીમમાં LAC પર રાજનાથસિંહ
રાજનાથસિંહે કરી શસ્ત્ર પૂજા
पश्चिम बंगाल: रक्षा मंत्री राजनाथ सिंह ने दार्जिलिंग के सुकना युद्ध स्मारक पर 'शस्त्र पूजा' किया। इस दौरान भारतीय सेना प्रमुख जनरल मनोज मुकुंद नरवणे भी उपस्थित रहें। pic.twitter.com/Uy00xO99Es
તમને જણાવી દઈએ કે 2019માં રાજનાથસિંહે વિજયાદશમી પર ફ્રાંસમાં રાફેલની શસ્ત્ર પૂજા કરી હતી. પણ આ વર્ષે રક્ષામંત્રી સિક્કિમમાં દેશના શૂરવીરો વચ્ચે દશેરાની ઉજવણી કરશે. પૂર્વ લદ્દાખની સીમા પર ચીન સાથે તણાવ વચ્ચે LAC પર જવાનોનું મનોબળ વધારવા માટે રાજનાથસિંહ LAC પર જવાનોની વચ્ચે પહોંચ્યા છે.
आज नेशनल हाईवे-310 के आंशिक वैकल्पिक मार्ग को, सिक्किम की जनता को समर्पित करते हुए मुझे बड़ी खुशी हो रही है। 'गंगटोक' से 'नाथू-ला' को जोड़ने वाला NH-310, पूर्वी सिक्किम के सीमावर्ती क्षेत्रों के लोगों की जीवन रेखा है: रक्षा मंत्री राजनाथ सिंह pic.twitter.com/Jj5OyMtgCI
ગઈકાલે રાજનાથસિંહે દાર્જિલિંગના સુકનામાં 33મી કોર્પ્સ પર ભારતીય સેનાએ જવાનો સાથે મુલાકાત કરી હતી. અને જવાનોની તૈયારીઓની સમીક્ષા કરીને જવાનોને સંબોધન પણ કર્યું હતું.