બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'હિમાલયથી ઊંચી, મહાસાગરથી ઊંડી છે ભારત-રશિયાની મિત્રતા..' પુતિન સાથે મુલાકાત બાદ બોલ્યા રાજનાથ સિંહ
Last Updated: 07:22 AM, 11 December 2024
મોસ્કો, રશિયા: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) મંગળવારે મોસ્કો (Moscow, Russia)માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે મુલાકાત કરી. આ બેઠક ભારત-રશિયા આંતર-સરકારી સૈન્ય અને સૈન્ય-તકનીકી સહકાર આયોગ (IRIGC-M&MTC)ના 21મા સત્રના પ્રસંગે યોજાઈ. આ બેઠક દરમિયાન રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી રાષ્ટ્રપતિ પુતિનને શુભકામનાઓ પાઠવી. બેઠકમાં બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ.
ADVERTISEMENT
Glad to call on the Russian President Mr Vladimir Putin at Kremlin in Moscow. https://t.co/lDgg7AOG23 pic.twitter.com/iJWkM9Khmn
— Rajnath Singh (@rajnathsingh) December 10, 2024
રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) કહ્યું કે ભારત અને રશિયાની મિત્રતા (India Russia Relation) હિમાલય કરતા ઉંચી અને મહાસાગરથી પણ ઊંડી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે હંમેશા તેના રશિયન મિત્રોને સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ આ સંબંધ વધુ મજબૂત બનશે. ભારત-રશિયા ભાગીદારીની શક્યતાઓ પર ચર્ચા કરતી વખતે રાજનાથ સિંહે તેને વધુ વ્યાપક બનાવવા પર ભાર આપ્યો.
ADVERTISEMENT
Raksha Mantti Shri @rajnathsingh called on Russian President Mr. Vladimir Putin at Kremlin in Moscow. pic.twitter.com/kWDcKuu7bP
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) December 10, 2024
બંને નેતાઓએ કરી મુલાકાત
બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગની નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ભારત અને રશિયાના સંયુક્ત પ્રયાસોથી રક્ષા ક્ષેત્રે નોંધપાત્ર પરિણામો મળશે. આ બેઠક ન માત્ર ભારત-રશિયાના પરંપરાગત સંબંધોને મજબૂત બનાવે છે, પરંતુ તેને વ્યાપક રીતે વધુ અપગ્રેડ કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું પણ છે. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, "રાજનાથ સિંહે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને નેતાઓએ કહ્યું કે બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં અપાર સંભાવનાઓ છે અને સંયુક્ત પ્રયાસો નોંધપાત્ર પરિણામો માટે માર્ગ મોકળો કરશે."
ભારત-રશિયાના મજબૂત સંબંધો
ભારત અને રશિયા (India Russia Relation) વચ્ચેની ઐતિહાસિક મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને આ બેઠકને બંને દેશો વચ્ચેના રક્ષા સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના મજબૂત સંબંધો આવનારા સમયમાં વૈશ્વિક સ્તરે પણ એક ઉદાહરણ સ્થાપિત કરશે.
આ પણ વાંચો: હવે દુબઈ જવામાં પડશે મુશ્કેલી, UAEએ નવા નિયમ કર્યા જાહેર, ભારતીય પર્યટકોને ફટકો
S-400 ટ્રાયમ્ફના પુરવઠાને વેગ આપવા વિનંતી કરી
અગાઉ, રક્ષામંત્રી રાજનાથ સિંહે રશિયાને S-400 ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમના બાકીના બે એકમોની સપ્લાય ઝડપી કરવા વિનંતી કરી. તેમણે મોસ્કોમાં તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ સાથે વિસ્તૃત વાતચીત કરી. બેઠકમાં, સિંહે વિવિધ લશ્કરી હાર્ડવેરના સંયુક્ત ઉત્પાદનમાં રશિયન સંરક્ષણ ઉદ્યોગો માટે ભારતમાં નવી તકો પર પ્રકાશ પાડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.