બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / defense minister rajnath singh is reviewing agneepath scheme

BIG NEWS / રક્ષામંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે 'અગ્નિપથ' યોજનાની સમીક્ષા, એરફોર્સ અને નેવી ચીફ પણ બેઠકમાં જોડાયા

Pravin

Last Updated: 12:57 PM, 18 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકાર સેનામાં ભરતી માટે નવા નિયમ અંતર્ગત અગ્નિપથ યોજના લાવી છે, જેના લઈને ચારેબાજૂ વિરોધ ફેલાતો જોઈ રક્ષામંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડા સાથે સમીક્ષા બેઠક બોલાવી છે.

 

  • કેન્દ્રની મોદી સરકાર લાવી છે સેના ભરતીમાં નવા નિયમો
  • અગ્નિપથ યોજનાથી કેટલાય રાજ્યોમાં વિરોધ પ્રદર્શન
  • વિરોધ જોતા રક્ષામંત્રીએ ત્રણેય સેનાના વડા સાથે સમીક્ષા બેઠક બોલાવી

રાજધાની દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહના અકબર રોડ સ્થિત આવાસ પર વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર . ચૌધરી અને નૌસેના પ્રમુખ એડમિરલ આર. હરિ કુમાર સહિત ત્રણેય સેનાના અન્ય વરિષ્ઠ કમાંડર્સ અને ડિપાર્ટમેટ ઓફ મિલિટ્રી અફેયર્સના અધિકારીઓ સાથે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરી રહ્યા છે. આ રિવ્યૂ મીટિંગમાં થલસેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડે સામેલ નહીં થાય. કારણ કે, તેઓ વાયુસેનાની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેવા માટે હૈદરાબાદના ડૂંડીગલમાં છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ પણ રાજનાથ સિંહના નિવાસ સ્થાને મુલાકાત દરમિયાન હાજર છે. 

આપને જણાવી દઈએ કે, સશસ્ત્ર દળની ભરતી માટે કેન્દ્ર સરકારની નવી યોજના અગ્નિપથને લઈને દેશના કેટલાય રાજ્યોમાં ત્રણ દિવસથી હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. બિહારમાં સૌથી વધારે આગ અને તોડફોડની ઘટનાઓ થઈ છે. આ યોજના 14 જૂનના રોજ જાહેર કરવામાં આવી છે. તેના બીજા જ દિવસથી અલગ અલગ રાજ્યોમાં યુવાઓને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. અગ્નિપથ યોજનાને લઈને વિરોધની આગ સમગ્ર દેશમાં ફેલાતા જોઈને રક્ષામંત્રી રાજનાથ સિંહ અગ્નિપથ સ્કીમને લઈને શનિવારે સમીક્ષા બેઠક કરવાનું આશ્વાસન આપ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ