તણાવ / ભારતના એક્શનથી ડ્રેગન હરકતમાં? ચીનના રક્ષા મંત્રીએ રાજનાથ સિંહને મળવાની વ્યક્ત કરી ઈચ્છા

defense minister of china wants to meet rajnath singh sco meeting in moscow

જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પેંગોંગ ત્સો લેકની પાસે થયેલી ભારત અને ચીનની સેનાની અથડામણથી બન્ને દેશોની વચ્ચે તણાવ ફરી ચરમ સીમાએ પહોંચી ગયો છે. બન્ને દેશોની વચ્ચે એક વાર ફરી તણાવને કારણે બગડતા સંબંધોને કારણે ચીનના રક્ષા મંત્રી તથા ફેંગે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ મોસ્કોમાં ચાલી રહેલા શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે અને ફેંગ પણ અહીં હાજર છે. આ પહેલા ગુરુવારે રાજનાથ સિંહે રુસના રક્ષા મંત્રી જનરલ સર્ગેઈ શોઈગુની સાથે મુલાકાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ