વાયુસેના માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ફ્રાન્સે ભારતને RB 001 રાફેલ વિમાન સોંપ્યું છે. રક્ષા મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતીય વાયુસેનાના કાફલામાં રાફેલ આવવાથી આપણી ક્ષમતા વધશે. એમણે કહ્યું કે ભારત-ફ્રાન્સના રાજનૈતિક સંબંધો મજબૂત થઇ રહ્યા છે અને મને આશા છે કે રાફેલ વિમાનોની ડિલિવરી નક્કી સમયે કરવામાં આવશે. રાજનાથ સિંહે રાફેલ વિમાનની શસ્ત્રપૂજા કરી ઉડાન ભરી.
આવતા વર્ષે મે સુધીમાં ભારત આવશે રાફેલ વિમાન
રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાફેલ શસ્ત્ર પૂજન કર્યું
ભારતે ફ્રાન્સથી કુલ 36 રાફેલ લડાકૂ વિમાન ખરીદ્યા છે
રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાફેલ વિમાનમાં ઉડાન ભરી. એમણે લગભગ 25 મિનિટ ઉડાન ભરી હતી. આ દરમિયાન તેમની સાથે દસૉ એવિએશનના હેડ ટેસ્ટ પાયલટ ફિલિપ ડ્યૂચેટો રહ્યા હતા.
#WATCH Mérignac(France): #Rafale jet carrying Defence Minister Rajnath Singh takes off for a sortie. It is being flown by Philippe Duchateau, head test pilot of Dassualt Aviation. pic.twitter.com/i99hZmB7aF
રક્ષા મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતીય વાયુસેનાના કાફલામાં રાફેલ આવવાથી આપણી ક્ષમતા વધશે. એમણે કહ્યું કે ભારત-ફ્રાન્સના રાજનૈતિક સંબંધો મજબૂત થઇ રહ્યા છે અને મને આશા છે કે રાફેલ વિમાનોની ડિલિવરી નક્કી સમયે કરવામાં આવશે.
Mérignac(France): Defence Minister Rajnath Singh to take a sortie in the #Rafale combat aircraft, shortly pic.twitter.com/TvVh4kivLd
રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભારતના પહેલા રાફેલ વિમાનની શસ્ત્ર પૂજા કરી. એમણે રાફેલ વિમાનની ઓમ લખીને શસ્ત્ર પૂજા કરી. વાયુસેનામાં રાફેલ સામેલ કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ મેરીનેક સ્થિત દસૉ એવિએશન પ્લાન્ટમાં પહોંચ્યા હતા.
Mérignac(France): Defence Minister Rajnath Singh performs 'Shastra Puja', on the Rafale combat jet officially handed over to India. pic.twitter.com/kOOzu430bK
ફ્રાન્સ પ્રવાસે પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ફાઇટર જેટ રાફેલ આજે ભારતીય વાયુસેનામાં સામેલ થયું. ફ્રા્સ પહોંચલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે મુલાકાત કરી. ન્યૂઝ એજન્સી એએફપી મુજબ, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ ઇસ્લામિક આતંક વિરુદ્ધ પૂર્ણ તાકાતથી લડવાની વાત કહી. એમણે આજે પેરિસમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક કરી હતી.
ફ્રાન્સથી ભારતે ખરીદ્યા છે 36 રાફેલ જેટ
ભારતે ફ્રાન્સથી કુલ 36 રાફેલ લડાકૂ વિમાન ખરીદ્યા છે. ફ્રાન્સથી ભારત આવવામાં હજુ આવતા વર્ષના મે સુધી રાહ જોવી પડશે. આ તમામ ફાઇટર જેટ રાફેલ 2022 સુધી ભારત આવશે. સૌથી પહેલા ચાર વિમાન આવશે અને ત્યારબાદ ચાર-ચાર કરીને 32 વિમાન મળશે. તેમાંથી 18 રાફેલ અંબાલા એયરબેઝ પર તહેનાત કરાશે, જ્યારે બાકી 18 વિમાન પ.બંગાળના હાશીમારા બેઝ પર તહેનાત કરાશે. રાફેલની સાથે ભારત અને ફ્રાન્સની વચ્ચે રક્ષા ડીલને લઇને મોટા એલાન પણ થઇ શકે છે.
France: Defence Minister Rajnath Singh lands in Mérignac, welcomed on arrival by Dassault Aviation CEO Éric Trappier. Singh will receive the first Rafale combat aircraft later today pic.twitter.com/jE3Xj6rUXV
રક્ષા મંત્રી રાજનાથ સિંહ મેરીનેકમાં દસૉ એવિએશનના પ્લાન્ટમાં પહોંચ્યા. અહીં સીઇઓ ન્રિક ટ્રાપેઇર તેમનું સ્વાગત કર્યું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાફેલ યુનિટની મુલાકાત લીધી. સાથે જ મેરીનેક એયરબેઝનું પણ નિરીક્ષણ કર્યું. આ દરમિયાન રાફેલ વિમાનની પહેલી ફોટો સામે આવી છે.
France: Defence Minister Rajnath Singh lands in Mérignac. Singh will receive the first Rafale combat aircraft later today https://t.co/mrUfVh6t8a
રક્ષામંત્રી રાજનાથ સિંહે વિજયાદશમીના અવસરે આજે ફ્રાન્સની ધરતી પર ભારતીય પરંપરા અનુસાર હાઇ ટેક્નોલોજીથી લેસ ફાઇટર જેટ રાફેલનું શસ્ત્ર પૂજા કર્યું. ભારતમાં શસ્ત્ર પૂજાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ જ પરંપરાનું પાલન કરતા ભારતીય સેનામાં પણ વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે.