Defence Minister Rajnath Singh at ladakh and Talk on Kashmir and Pakistan issue
નિવેદન /
પાકિસ્તાન કેમ રડ્યાં કરે છે, કાશ્મીર ક્યારેય તેમનો ભાગ હતો જ નહીં : રાજનાથ સિંહ
Team VTV12:25 PM, 29 Aug 19
| Updated: 12:29 PM, 29 Aug 19
દેશના રક્ષામંત્રી આજે લદ્દાખની મુલાકાત માટે પહોંચી ગયા છે. અહીં તેઓએ પાકિસ્તાનને આડે હાથે લીધું.
દેશના રક્ષામંત્રી આજે લદ્દાખની મુલાકાત માટે પહોંચી ગયા છે. અહીં તેઓએ પાકિસ્તાનને આડે હાથે લીધું. રાજનાથ સિંહે કહ્યું કે મારે પાકિસ્તાનને પૂછવું છે કે કાશ્મીર ક્યારે તેમનું હતું કે હવે તેઓ તેને માટે રડી રહ્યા છે. કાશ્મીર પર પાકિસ્તાનનો કોઈ અધિકાર છે જ નહીં.
રાજનાથસિંહે કહ્યું કે, હું પાકિસ્તાનને પુછવા માંગું છું કે, કાશ્મીર ક્યારે તેમનું હતું જેના માટે તેઓ રડી રહ્યાં હતા. તેઓએ જણાવ્યું કે હું પાકિસ્તાનને કેટલાક સવાલો કરવા માંગું છું. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું કોઈ સ્ટેન્ડ હોવું જ ન જોઈએ. કાશ્મીર પર પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી. રાજનાથ સિંહ અહીં આર્મીના જવાનો સાથે પણ મુલાકાત કરશે.
રાજનાથ સિંહે અહીં કિસાન-જવાન- વિજ્ઞાનમેળાનું ઉદ્ધાટન પણ કર્યું. ઉંચાઈ વાળી જગ્યાઓએ કયા પ્રકારનું અનાજ ઉત્પન્ન કરી શકાય તે અંગે પણ તેઓએ માહિતિ મેળવી. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદની આ તેમની પહેલી મુલાકાત છે. મેળાનું આયોજન રક્ષા અનુસંધાન વિકાસ સંગઠનના વિકસિત કૃષિ ઉત્પાદકોના પ્રદર્શન માટે કરાયું હતું. તેમાં અનાજ, ફળ અને બીજ પણ સામેલ છે.