બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:26 PM, 17 April 2025
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં કોંગ્રેસ નેતાઓનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. ફટાકડાના ગોડાઉનમાં પોઝિટિવ રિપોર્ટ બનાવવાનો ભાજપ નેતાઓએ ભણામણ કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકીએ કહ્યું કે, ''પોઝિટિવ રિપોર્ટ બનાવવા ભાજપના જ 4 નેતાઓએ ભલામણ કરી હતી''. ભાજપના ધારાસભ્ય સહિત 3 કોર્પોરેટર પર આક્ષેપ કર્યા છે.
ADVERTISEMENT
MLAના PA વિશાલ જોશીએ અધિકારીઓને ભલામણ કરી હોવાનો આક્ષેપ
કોગ્રેસે આક્ષેપ કર્યો છે કે, અગ્નિકાંડનો આરોપી દિપક સિંધી અગાઉ ભાજપમાં મહામંત્રી પણ રહી ચૂક્યો છે તેમજ ધારાસભ્યના PA વિશાલ જોશીએ અધિકારીઓને ભલામણ કરી અને આરોપી દિપક સિંધી અને ધારાસભ્ય પ્રવીણ માળી સાથે અભ્યાસ કરતા હોવાનો આક્ષેપ છે. અધિકારીઓને અને પોલીસને દબાવવામાં આવતા હોવાનો કોંગ્રેસ નેતા મુકેશ સોલંકીએ દાવો કર્યો છે.
ADVERTISEMENT
કોંગ્રેસના આક્ષેપ પર ભાજપનો જવાબ
ત્યારે કોંગ્રેસના આક્ષેપ પર ભાજપ શહેર પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ નેતા રમેશ દેલવાડીયાએ કહ્યું કે, ''બ્લાસ્ટની ઘટનામાં ભાજપના કોઈ પણ નેતાઓના હાથ નથી, ધારાસભ્યને ઓળખું છું ખોટી બાબતમાં કોઈની પણ ભલામણ કરતા નથી તેમજ ભાજપનો કાર્યકર્તા પણ ગયો હશે તો તેને ના પાડશે કે નિયમ પ્રમાણે કામ થશે અને ડીસા નગરપાલિકાના કોઈપણ કોર્પોરેટરે અધિકારીને ભલામણ કરી નથી
આ પણ વાંચો: ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, ચણા અને રાયડાની ટેકાના ભાવે આ તારીખથી કરાશે ખરીદી
જાણો સમગ્ર મામલો
ડીસામાં આવેલા ફટાકડાની ફેક્ટ્રીમાં ભયાનક વિસ્ફોટ બાદ 21 શ્રમિકોનાં મોત નિપજ્યાં હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારના બારીઓના કાચ ફુટી ગયા હતા. બોમ્બ બ્લાસ્ટ જેવો ભયાનક અવાજ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ડીસામાં ફેક્ટરીકાંડમાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. મૃતકના પરિવારજનો મધ્યપ્રદેશથી ડીસા આવી ગયા હતા. ત્યારે પરિવારે મૃતદેહ મોકવાની ના પાડી હોવાછતાં તંત્ર દ્વારા મૃતદેહ તેમના ગામ મોકલી દેવાતા પરિવારમાં રોષ ફેલાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.