ભારત અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં RCB નૉકઆઉટમાં જગ્યા ના બનાવી શક્યા તે માટે માફી માંગતો વીડિયો પોસ્ટ કર્યો. વિરાટે કહ્યુ કે ''ટીમ આગામી સિઝનમાં સારું પરફૉર્મન્સ આપેશ.'' RCBની ટીમ 14માંથી 8 મેચ હારી જે પછી 8 ટીમોની આ લીગમાં તે છઠ્ઠા સ્થાન પર રહી હતી. તમને જણાવી દઇએ કે આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પણ ખરાબ ફૉર્મના કારણે MIના ફેન્સની માફી માંગી હતી.
વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતા કહ્યુ કે ''હું એ વાત પર વિશ્વાસ રાખું છુ કે ક્યાં તો તમે જીતો છો ક્યાં તો તમે તેમાથી કંઇ શીખો છો. અમે સારી રીતે રમ્યા પરંતુ આગામી સિઝનમાં આ સિઝનથી શીખ લેતા અને સારી રીતે કમબેક કરીશું અને તમને દુ:ખી નહી કરીએ. જોકે આ તમામ પરિસ્થિતિ જીવનનો ભાગ છે અને હંમેશા એ વસ્તુ નથી મળતી જેને તમે ઇચ્છો છો. આ પ્લેયર્સ પર નિર્ભર કરે છે કે તેઓ સમજે કે આગામી સિઝનમાં શું કરવું જોઇએ હું આગામી સિઝનમાં સારુ ફૉર્મ કરવા માગું છું. ''
વિરાટ કોહલીએ આગળ કહ્યુ કે ''આગામી વર્ષ અમે વધારે સારો પ્રયત્ન કરીશું.'' વિરાટ કોહલીએ 14 મેચમાં 54.8ની અવરેજથી 548 રન કરવા છતાં IPLમાં સર્વાધિક રન બનાવનારોની લિસ્ટમાં હાલમાં છઠ્ઠા સ્થાન પર છે. જ્યારે એ.બી.ડિવિલિયર્સ 53.33ની એવરેજથી 480 રન બનાવીને આ લિસ્ટમાં 9માં સ્થાન પર છે.