બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:51 PM, 8 November 2024
હાલમાં જ માતા પિતા બનેલા બૉલીવુડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેમની પુત્રી દુઆ સાથે ફર્સ્ટ ટાઈમ પબ્લિક પ્લેસમાં નજરે પડ્યાં. આ બંને તેમની દીકરી દુઆ સાથે કાલિનાના પ્રાઈવેટ એરપોર્ટ ટર્મિનલ પર જોવા મળ્યા હતા, તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દીપિકાએ તેની પુત્રી દુઆને બેબી કેરિયરમાં કેરી કરેલ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
દીપિકા, રણવીર અને દુઆનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમના વખાણ પણ કરી રહ્યા છે. એકે લખ્યું કે,"ખૂબ સુંદર,ગોડ તમને સુરક્ષિત રાખે," બીજાએ પૂછ્યું કે " શું તેઓ બેંગલોર આવી રહ્યા છે?. તો ઘણા લોકોએ દુઆ નામને લઇ સવાલો પણ ઊભા કર્યા હતા.
ADVERTISEMENT
દીપિકા પાદુકોણે પોતાની પ્રેગ્નન્સી દરમિયાન 'કલ્કી 2898 AD'નું જોરદાર પ્રમોશન કર્યું હતું. પરંતુ માતા બન્યા બાદ તે કેમેરાથી દૂર રહી હતી. તેને પોતાની ફિલ્મ "સિંઘમ અગેન'નું પ્રમોશન પણ નહતું કર્યું. જ્યારે "સિંઘમ અગેન"ના ટ્રેલર લોન્ચ પર મીડિયાએ રણવીર સાથે વાત કરી તો ત્યારે તેને કહ્યું કે દીપિકા બાળકની સંભાળ રાખવામાં વ્યસ્ત છે, તેથી તે ઇવેન્ટમાં હાજર નથી. તે દિવસ દરમિયાન બેબીની દેખભાળ રાખે છે અને હું રાત્રે સાંભળું છું"
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણે 8 સપ્ટેમ્બર 2024ના રોજ દીકરી દુઆને જન્મ આપ્યો હતો. તેમની પુત્રી અત્યારે બે મહિનાની થઈ ગઈ છે. દીપિકા અત્યારે મેટરનિટી લીવ પર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.