Team VTV11:25 AM, 17 Aug 19
| Updated: 11:32 AM, 17 Aug 19
બોલિવુડના સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોશ્યલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર સતત કમેન્ટ્સ અને લાઇકને લઇને ચર્ચામાં રહે છે. ફરી એક વખત આ કપલે કંઇક એવું કર્યુ જેના લીધે તેમના ફેન્સ પણ ચોંકી ગયા.
વાસ્તવમાં જ્યારે રણવીર સિંહ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી લાઇવ ચેક કરી રહ્યો હતો ત્યારે દીપિકાએ આ ચેટમાં એક કમેન્ટ કરી, જેના લીધે ફેન્સને સચ્ચાઇ જણવાની ઉત્સુકતા વધી ગઇ છે. દીપિકાએ રણવીરના લાઇવ વીડિયોમાં કમેન્ટ કરતા લખ્યુ કે, 'Hi Daddie' અને સાથે જ બેબીનુ ઇમોજી પણ પોસ્ટ કર્યુ. જે પછીથી સોશ્યલ મીડિયા પર દીપિકા-રણવીર પેરેન્ટ્સ બનવાની ચર્ચા થઇ રહી છે.
દીપિકાની આ કમેન્ટ પર રણવીરે કમેન્ટ કરતા કહ્યુ કે, 'Hi Baby'..તો બોલિવુડનો સ્ટાર અને રણવીરના ખાસ ફેન્ડે કમેન્ટ કરતા લખ્યુ કે, ''Baba Bhabhi gonna give u one'' જોકે દીપિકાની પ્રેગ્નેન્સીને ચર્ચા Cannes 2019 દરમિયાન પણ થઇ હતી, એક ફોટો થકી એવી ચર્ચા થઇ હતી કે દીપિકા પાદુકોણ પ્રેગ્રેન્નટ છે. પરંતુ દીપિકા પાદુકોણના નજીકના સૂત્રોનુસાર આ અફવાહને નકારતા કહ્યુ કે, પ્રેગ્નેન્સી વિશેની વાત હાસ્યાસ્પદ છે. આ ફોટો ખોટા એન્ગલથી ક્લિક કરવામાં આવ્યો હતો.
આ કપલના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કપિલ દેવની બાયોપિકમાં કપિલ દેવનો રોલ કરનારા રણવીરની પત્નીના રોલમાં દીપિકા જોવા મળશે.આ ફિલ્મને ડિરેક્ટર કબીર ખાન ડિરેક્ટ કરી રહ્યા છે જે 1983ના વર્લ્ડકપની જીત પર આધારિત છે. આ ટીમને કપિલ દેવે લીડ કરી હતી. જેનો રોલ રણવીર કરી રહ્યો છે. આ સિવાય ફિલ્મમાં સાકિબ સલેમ, હાર્ડી સંધૂ, એમી વિર્ક, પંકજ ત્રિપાઠી જેવા સ્ટાર્સ જોવા મળશે.
આ સિવાય દીપિકા ફિલ્મ 'છપાક' માં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના રોલ કરી રહી છે. આ ફિલ્મની ડિરેક્ટર મેઘના ગુલઝાર છે. પોતાના આ રોલને લઇને દીપિકાએ કહ્યુ હતુ કે, ''આ તેના કરિયરનો સૌથી મુશ્કિલર રોલ છે. હું લક્ષ્મીના રોલને જસ્ટિસ આપવાનો પ્રયત્ન કરીશ.'' આ ફિલ્મને આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે.