દીપિકા પાદુકોણે આગામી ફિલ્મ 'છપાક'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. મેઘના ગુલઝારના ડિરેકશનમાં બની રહેલી આ ફિલ્મ માટે દીપિકાને એસિડ એટેક પીડિત લુક અપાયો છે. આ માટે તેને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં ચાર કલાક લાગી રહ્યા છે. બીજી તરફ શૂટર અને રિવોલ્વર દાદીની લાઈફ પર બની રહેલી સાંડ કી આંખ માટે ભૂમિ પેડેનકર પાંચ કલાક મેકઅપ કરતી હતી.
દીપિકાને મેકઅપને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં રોજ ત્રણથી ચાર કલાક લાગી જાય છે. મેકઅપને ઉતારવા અને પોતાના સામાન્ય રૂટમાં ફરક આપવા તેનાથી પણ વધુ સમય લાગે છે. એક એસિડ પીડિતના પાત્રમાં દેખાનારી દીપિકા ફિલ્મમાં માલતીના પાત્રમાં જોવા મળશે.
'સાંડ કી આંખ'માં ભૂમિ પોતાની દાદીની ઉંમરનો રોલ કરી રહી છે. આ તેની પહેલી બાયોપિક ફિલ્મ છે. સેટ પર હાજર સૂત્રોએ જણાવ્યું હતું કે આમાં તેને રિયલ ચેલેન્જિસ મળી છે.
રબર કોટિંગનો કરચલીવાળો ચહેરો તેને રોજ બાર કલાક સુધી લગાવવો પડતો હતો. આવું લગભગ ૫૦ દિવસ ચાલ્યું હતું. તૈયાર થવામાં તેને ત્રણથી ચાર કલાક આપવા પડતા હતા. ૬૫ પાર કરેલા વૃદ્ધ તરીકે લોકો તેને જોતા રહેતા હતા.