બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / દીકરો જોઈએ છે કે દીકરી? રણવીર સિંહનો આવ્યો દિલ ખુશ કરી દે તેવો જવાબ

મનોરંજન / દીકરો જોઈએ છે કે દીકરી? રણવીર સિંહનો આવ્યો દિલ ખુશ કરી દે તેવો જવાબ

Last Updated: 12:04 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે 7 સપ્ટેમ્બરે દીપિકા પાદુકોણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે રણવીરને છોકરો જોઈએ છે કે છોકરી?

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે અને અભિનેત્રી નવ મહિનાની ગર્ભવતી છે અને ટૂંક સમયમાં તેના પહેલા બાળકને જન્મ આપવાની છે. ગઇકાલે 7 સપ્ટેમ્બરે દીપિકા પાદુકોણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે.

Deepika-And-Ranveer2

દીપિકા મા બનવા જઈ રહી છે અને રણવીર પિતા બનવા જઈ રહ્યો છે, જોકે 15 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે દીપિકાએ ડિલિવરી કરી છે કે નહીં. દરમિયાન દીપિકા-રણવીરના ચાહકો ખુશખબરની રાહ જોઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે રણવીરને છોકરો જોઈએ છે કે છોકરી?

PROMOTIONAL 11

રણવીર સિંહે વર્ષ 2022માં રિલીઝ થનારી તેની કોમેડી ડ્રામા ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટ દરમિયાન દીકરા કે દીકરીની ઈચ્છા વિશે વાત કરતા કહ્યું કે, 'ભગવાન જે ઈચ્છે છે તે ચોક્કસ થશે. હું ઇચ્છું કે ના ઇચ્છું તો કંઇ થશે નહીં.'

તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આપણે મંદિરમાં જઇએ છીએ ત્યારે આપણે નક્કી નથી કરતાં કે પ્રસાદમાં લાડુ મળશે કે પેડા. આ જ તર્ક બાળકો પર પણ લાગુ પડે છે, તેથી ભગવાનની ઈચ્છા પ્રમાણે હું તેને પ્રસાદ માનીને ખુશ થઈશ.' આ સિવાય એક રિયાલિટી શોમાં રણવીર સિંહે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે જો તેને કોઈ દીકરી જોઈએ તેણી દીપિકા જેટલી સુંદર છે.

વધુ વાંચો: TVની સંસ્કારી વહુ રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ, સ્વિમસૂટમાં શેર કરી હોટ તસવીરો

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના 6 વર્ષ બાદ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. આ સ્ટાર કપળે 2018 માં ધૂમધામથી લગ્ન કર્યા હતા. ગઇકાલે ગણેશ ચતુર્થી દિવસે જ રણવીર અને દીપિકા મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. દીપિકા ટ્રેડીશનલ લુકમાં ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Deepika Padukone Pregnancy Ranveer Singh Deepika Padukone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ