બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:25 PM, 8 September 2024
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે. મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે.
ADVERTISEMENT
Deepika Padukone and Ranveer Singh are blessed with a baby girl 🥹
— Deepika Padukone Fanpage (@DeepikaAccess) September 8, 2024
Congratulations to the couple! Praying for baby’s wellbeing ♥️#DeepikaPadukone #RanveerSingh pic.twitter.com/mdXuXF7bGf
હવે દીપવીર પેરેન્ટ્સ બની ગયો છે અને આ વાતને લઈને એમના ફેન્સ વચ્ચે ઘણો ખુશીનો માહોલ છે. ગઈ કાલે સાંજે દિપીકા તેના પરિવાર સાથે હોસ્પિટલ પહોંચી હતી તેનો પણ વિડીયો વાયરલ થયો હતો.
ADVERTISEMENT
જો કે હજુ સુધી રણવીર સિંહ કે દીપિકા પાદુકોણે બાળકીના જન્મ અંગે કોઈ નિવેદન આપ્યું નથી અને કપલે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. હવે લોકો વચ્ચે એ ચર્ચા ચાલી રહી છે કે દિપીકા -રણવીરની દીકરીનું નામ શું રાખવામાં આવશે?
જાણીતું છે કે અભિનેત્રીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ચાહકો સાથે આ માહિતી શેર કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે તેણે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં તેનું બાળક આવવાનું છે.
દીપિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં જ નાગ અશ્વિનની ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ, અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા. હવે દીપિકા ટૂંક સમયમાં રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત સિંઘમ અગેઇનમાં લેડી કોપનો રોલ કરતી જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.