દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક' આજે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને ક્રિટિક્સના સારાં રિવ્યૂ મળી રહ્યાં છે. જોકે, દર્શકોને આ ફિલ્મ કેટલી પસંદ આવે છે તે જોવાનું રહ્યું. એવામાં ફિલ્મ રિલીઝ પહેલાં દીપિકા બપ્પાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી.
'છપાક'ની રિલીઝ પહેલાં દીપિકા દર્શન માટે ગઈ
ઓફ વ્હાઈટ ડ્રેસમાં સિદ્ધિવિનાયક પહોંચી દીપિકા
દરેક ફિલ્મની રિલીઝ પહેલાં દીપિકા અહીં દર્શન માટે જાય છે
લગ્ન પછી આ દીપિકાની પહેલી ફિલ્મ છે. 'છપાક'માં દીપિકા પહેલી વખત પ્રોડ્યૂસર પણ બની છે. જેથી લગ્ન બાદ તેની આ નવી શરૂઆત માટે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. અહીં દીપિકાએ ઓફ વ્હાઈટ કલરનો સૂટ પહેર્યો હતો.
જોકે, આવું પહેલી વખત નથી કે દીપિકા સિદ્ધિવિનાયક મંદિરમાં બપ્પાના દર્શન કરવા પહોંચી હોય. તેની દરેક ફિલ્મની રિલીઝ પહેલાં દીપિકા બપ્પાના દર્શન માટે જાય છે. લગ્ન બાદ પણ દીપિકા અને રણબીર બપ્પાના દર્શન માટે આવ્યા હતા.