ચર્ચા / 'બાહુબલી' પ્રભાસ સાથે કામ કરવા દીપિકા પાદુકોણે લીધી તગડી ફી, તોડ્યાં તમામ રેકોર્ડ્સ

deepika padukone charges 20 crore fee to work with prabhas in upcoming film

હવે ધીરે-ધીરે ફિલ્મોની શૂટિંગ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આગામી ફિલ્મોથી જોડાયેલી જાણકારી પણ સામે આવી રહી છે. હાલમાં જ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મને લઈને ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં દીપિકા બાહુબલી ફેમ પ્રભાસની સાથે જોવા મળશે. આ ફિલ્મથી જોડાયેલી કેટલીક વાતો સામે આવી રહી છે. જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં દીપિકાની ફીને લઈને પણ દાવો કરવામાં આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે, આ ફિલ્મ માટે દીપિકાએ તગડી ફી ચાર્જ કરી છે અને તે ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી વધુ ફી ચાર્જ કરનાર એક્ટ્રેસ બની ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ