બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VIDEO : દીપિકાએ દિલ જીત્યાં! 90 કલાકના કામનું કહેનાર L&T ચેરમેનને તતડાવ્યાં, જાણો શું બોલી?

ઉદ્યોગપતિ પર એક્ટ્રેસ ભડકી / VIDEO : દીપિકાએ દિલ જીત્યાં! 90 કલાકના કામનું કહેનાર L&T ચેરમેનને તતડાવ્યાં, જાણો શું બોલી?

Last Updated: 10:14 PM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

90 કલાક કામની સલાહ આપવા બદલ દીપિકા પાદુકોણે એલએન્ડટીના ચેરમેન એસએન સુબ્રમણ્યમની ઝાટકણી કાઢી છે.

'કર્મચારીઓએ 90 કલાક કરવું જોઈએ', તેવી L&T ચેરેમન એસએન સુબ્રમણ્યમની સલાહ પર બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ભડકી છે. દીપિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, "આટલા મોટા હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ માટે આ પ્રકારનું નિવેદન આપવું ખૂબ જ આશ્ચર્યજનક છે." દીપિકાએ આ પોસ્ટમાં હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે, જે છે metalhealthmatters. એટલે કે આ હેશટેગ દ્વારા દીપિકા કહેવા માંગે છે કે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે.

શું બોલ્યાં L&T ચેરમેન એસએન સુબ્રમણ્યમ?

L&T ચેરેમન એસએન સુબ્રમણ્યમે એવું કહ્યું હતું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મને ખેદ છે હું તમને રવિવારે કામ કરવા માટે સક્ષમ નથી. જો હું તમને રવિવારે પણ કામ પર લઈ જઈ શકું તો મને ખૂબ આનંદ થશે. કારણ કે હું રવિવારે પણ કામ કરું છું. તેમણે કામના કલાકો વધારવાની હિમાયત કરી હતી. એસએન સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ વીકએન્ડનો સમય ઘરે ન પસાર કરવો જોઈએ. તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને ક્યાં સુધી જોઈ શકો છો? તમારી પત્ની ક્યાં સુધી તમારી સામે જોઈ શકે છે? કર્મચારીઓએ રવિવારે પણ ઓફિસમાં આવીને કામ કરવું જોઈએ.

નારાયણ મૂર્તિએ શું કહ્યું હતું?

ઓક્ટોબર 2023માં નારાયણ મૂર્તિએ પણ લોકોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે ભારતના યુવાનોએ ચીન જેવા દેશોથી આગળ જવા માટે વધારાના કલાકો કામ કરવાની જરૂર છે. ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે. તેમના નિવેદન પર ભારે ચર્ચા અને વિરોધ થયો હતો. બાદમાં તેમણે કહ્યું કે 70 કલાકની સંખ્યા મહત્વની નથી, પરંતુ સખત મહેનત મહત્વપૂર્ણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Deepika Padukon S L&T chairman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ