અમદાવાદ એસ.જી.હાઇવે પર વધુ એક બ્રિજ વાહનચાલકો માટે તૈયાર થઈ જતાં તેને જનતા માટે ખોલી દેવાયો, થલતેજ સર્કલથી કારગીલ પેટ્રોલ પંપ સુધીનો બ્રિજ ખુલ્લો મુકાયો
અમદાવાદમાં વધુ એક બ્રિજ આજે ખુલ્લો મુકાયો છે. એસ.જી.હાઇવે પર વધુ એક બ્રિજ વાહનચાલકો માટે તૈયાર થઈ જતાં તેને જનતા માટે ખોલી દેવાયો છે. થલતેજ સર્કલથી કારગીલ પેટ્રોલ પંપ સુધીનો બ્રિજ ખુલ્લો મુકાયો છે. કુલ 4.5 કિમી સુધીનો એલિવેટેડ બ્રિજ બનાવાશે. જેમાં 1.5 કિમી સુધીની કામગીરી પૂર્ણ થઈ છે. તો 1.5 કિમી સુધીનો બ્રિજ આજે ખુલ્લો મુકાયો છે. ચાલુ સપ્તાહે જ એસ.જી. હાઇ-વે પર બે બ્રિજ ખુલ્લા મુકાયા હતા. ગૃહમંત્રી અમિત શાહે 2 બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. એસ.જી. હાઈ-વે પર ટ્રાફિકનું ભારણ ઘટતું જોવા મળશે.
મહત્વનું છે કે, 21 જૂનના દિવસે અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે અનેક કાર્યક્રમોમાં હાજરી પણ આપી હતી. જેમાં અમિત શાહે વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. રૂપિયા 28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્ધાટન કર્યું હતું.