બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dedication of 925 Police Houses by Amit Shah in Nadiad
Last Updated: 02:32 PM, 29 May 2022
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે અમિત શાહ નડિયાદમાં લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા. નડિયાદ હેલીપેડ મેદાન ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત આશરે રૂ. 234.54 કરોડના ખર્ચે બનેલા 925 પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
58 જેટલી બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું
ADVERTISEMENT
અમિત શાહ સવારે 11 વાગે નડિયાદથી 25 જિલ્લામાં 347 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા 58 આવાસોનું ઇ લોકાર્પણ કર્યું.
ચપટી વગાડીને સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યુ- અમિત શાહ
તો નડિયાદમાં પોલીસ આવાસના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રીએ સંબોધન કરતા સરદાર સાહેબને યાદ કર્યા હતા.તેઓએ જણાવ્યું કે સરદાર સાહેબ વગર અખંડ ભારત શક્ય ન હતુ, ચપટી વગાડીને સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યુ છે. સાથે જ પોલીસની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યુ કે અનેક પડકારો વચ્ચે પોલીસે પોતાને અપગ્રેડ કર્યા છે. પોલીસ આધુનિક બની છે અને કુનેહપૂર્વક ગુનાઓ ઉકેલ્યા છે. 35 હજારથી વધુ પોલીસ જવાનોએ પોતાના જીવનું બલિદાન આપ્યુ. માતૃભૂમિ માટે પોલીસ જવાનોએ બલિદાન ના આપ્યું હોત તો આપણે સલામત ન હોત.આપણી રક્ષા માટે બલિદાન આપનાર જવાનોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી.
કોંગ્રેસે કોમી તોફાનો કરાવવાનું કામ કર્યું- અમિત શાહ
તો કોંગેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે મારી કારકિર્દી ગુજરાતમાં જ બની છે. અગાઉનું ગુજરાત મેં જોયુ છે. કોંગ્રેસે રાજ્યમાં કોમી તોફાનો કરાવવાનું કામ કર્યુ હતું. રિલીફ રોડ પર નોકરી માટે ગયેલો વ્યક્તિ સાંજે ઘરે પરત ફરશે કે નહીં એ નક્કી ન હતુ. પરંતુ જ્યારથી ભાજપ સરકાર આવ્યા બાદ રથયાત્રા પર હુમલો કરવાની હિમ્મત કોઈએ કરી નથી..ગુજરાત પોલીસ રક્ષાબંધન, દિવાળી કે રથયાત્રાએ પોલીસકર્મી ખડે પગે હોય છે. પોલીસ દળના જવાનો 24 કલાકની ડ્યુટી કરતા હોય છે.
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે @GujaratPolice ના વિવિધ ભવનોના લોકાર્પણ પ્રસંગે મારું સંબોધન. https://t.co/A1hwCZmdQE
— Amit Shah (@AmitShah) May 29, 2022
ગુજરાત શાંતિ સ્થાપવામાં સફળ રહ્યુઃ અમિત શાહ
તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુરક્ષાને લઇને જણાવ્યું કે પહેલા કચ્છમાં દાણચોરી થતી હતી. કચ્છની સીમાથી દેશભરમાં મોતનો સામાન જતો હતો. ગુજરાત સરહદી રાજ્ય છે છતાં પણ શાંતિ સ્થાપવામાં સફળ રહ્યું છે. ફોરેન્સીક સાયન્સમાં પણ ગુજરાત અગ્રેસર છે. નાર્કોટિક્સ પકડવામાં સમગ્ર રાજ્યમાં ગુજરાત અગ્રેસર. સાયબર ફ્રોડની ઘટનાઓને પહોંચી વાળવામાં ગુજરાત પ્રથમ નંબરે આવે છે.
ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય છેઃ સંઘવી
તો આ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે કાશ્મીરમાંથી 370 કલમ ક્યારે હટશે એની રાહ જોવાતી હતી. PM નરેન્દ્ર મોદી અને અમિત શાહે કલમ 370 હટાવી. હવે અયોધ્યામાં રામ મંદિર પણ બની રહ્યું છે. તો ગુજરાત વિશે જણાવ્યુ કે ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે. પહેલા ગુજરાતના શહેરો ગુંડાઓના નામે ઓળખાતા હતા. હવે ગુજરાત પોલીસ સીસીટીવી પ્રોજેક્ટથી મહત્વના કેસો સોલ્વ કરી રહી છે. 5 મહિનામાં 6 હજાર કરોડનું ડ્રગ ગુજરાત પોલીસે પકડી પડ્યું છે.
દેશ અને દુનિયામાં ગુજરાત રોલ મોડેલ બન્યુંઃ CM
તો કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતની શાંતિ, સલામતી, સુરક્ષાના પાયામાં પોલીસકર્મીઓ રહેલા છે દેશ અને દુનિયામાં ગુજરાત રોલ મોડેલ બન્યું છે. વિશ્વભરના ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે તેનું કારણ પણ સુરક્ષા જ છે. પોલીસને તેમની સુવિધા આપવી રાજ્ય સરકારની ફરજ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંકુલનું કરશે ભૂમિપૂજન
તો ખેડા બાદ હવે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન અમિત શાહના હસ્તે થશે. નારણપુરાના વરદાન ટાવરની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. ભૂમિપૂજન કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે, લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમિત શાહ જાહેર જનતાને સંબોધન પણ કરવાના છે.
IPLની ફાઈનલ મેચ પણ નિહાળશે
અમદાવાદ શહેરની વચ્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા રહે એ માટે બનશે. જેમાં 300 લોકો રહી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તથા 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા ઊભી કરાશે. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટની વ્યવસ્થા હશે. આ સુવિધાના ખાતમુહૂર્ત બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ પણ નિહાળશે. જેમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો થશે. આ તકે અમિત શાહ સાથે પ્રદેશ કક્ષાના આગેવાનો પણ મેચમાં હાજરી આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.