જાણી લો /
શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે? જરા પણ ચિંતા ન કરતા, શું કરવું તે જાણો
Team VTV09:25 PM, 19 May 23
| Updated: 09:31 PM, 19 May 23
ભારતીય રિઝર્વ બેંકે એક સમયમર્યાદા નક્કી કરી છે કે, તમે 2000ની નોટ 23 મે, 2023થી 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકશો
2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાનો નિર્ણય
23 મે, 2023થી નોટો જમા કરવામાં આવશે
30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકશો
2000 રૂપિયાની નોટ હવે નહીં ચાલે, ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ કર્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાશે. આરબીઆઈ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે સામાન્ય લોકોએ આ અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આરબીઆઈએ ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ નિર્ણય લીધો છે તેમજ આ નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકાશે. જો તમારી પાસે 2000ની નોટ છે તો ગભરાશો કે ચિંતામાં મુકાતા નહી.
તમારે કોઈ નુકસાનનો સામનો કરવો પડશે નહીં
ભારતીય રિઝર્વ બેંકે એક સમયમર્યાદા નક્કી કરી છે કે તમે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકશો. જો કે તમને જણાવી દઈએ કે તેનાથી તમારા રૂપિયાની વેલ્યું સમાપ્ત થશે નહીં અને તમારે કોઈ નુકસાનનો સામનો કરવો પડશે નહીં. જો કે, જો કે, RBIએ 2000ની નોટનું સર્કુલેશન બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ નોટબંધી નથી, નોટ હજુ પણ ચાલુ જ છે
તમને સૌથી મોટી વાત જણાવી દઉ કે, આ વખતે RBI એ સ્પષ્ટ કર્યું છે કે તમારે 2000 રૂપિયાની નોટ લઈને નોટબંધીનો વિચાર ન કરવો જોઈએ. સ્પષ્ટ શબ્દોમાં સમજી લો કે તમે અત્યારે આ 2000 રૂપિયાની નોટ બજારમાં ચલાવી શકો છો. તમે તેમાંથી સામગ્રી ખરીદી શકો છો. તમે કોઈપણ સાથે 2000 રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ સંપૂર્ણ રીતે માન્ય છે અને જો કોઈ તેને લેવાનો ઇનકાર કરી શકે નહીં, પરંતુ માત્ર 30 સપ્ટેમ્બર 2023 સુધી. એટલે કે, આ તારીખ પહેલા, તમે આ નોટો તમારી બેંકમાં પરત કરી શકો છો (જ્યાં તમારું ખાતું છે) અથવા તમે તેને કોઈપણ અન્ય બેંકમાં બદલી શકો છો.
RBI to withdraw Rs 2000 currency note from circulation but it will continue to be legal tender. pic.twitter.com/p7xCcpuV9G
મૂલ્ય નાબૂદ કરવામાં આવ્યું નથી
સૌથી મોટી વાત એ છે કે તમે બેંકમાં જાઓ તેમજ ધીરજથી નોટ જમા કરાવો લાઈનો ન લગાવો, કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે રૂપિયાનું મૂલ્ય નાબૂદ કરવામાં આવ્યું નથી. તમારા ખિસ્સામાં રહેલી 2000 રૂપિયાની નોટ હજુ પણ 2000 રૂપિયાની જ છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા સહી કરાયેલ વાક્ય 'હું ધારકને રૂ. 2000 ચૂકવવાનું વચન આપું છું'. હજુ પણ માન્ય રહેશે.
એક વખતમાં વીસ હજાર રૂપિયા જમા કરાવી શકશે
2000 રૂપિયાની નોટો જમા કરાવતા પહેલા તમને જણાવી દઈએ કે, કોઈપણ બેંકમાં 20 હજાર રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ એક વખતમાં બદલાવી શકશો
23 મે, 2023થી નોટો જમા કરવામાં આવશે
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, 23 મે, 2023થી કોઈપણ બેંકમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. નોટ એક્સચેન્જની મર્યાદા 20,000 રૂપિયા છે. વર્ષ 2016માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી બજારમાં 2000 રૂપિયાની નોટો ઓછી દેખાતી હતી. લોકોએ કહ્યું કે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ પણ બહાર આવી રહી ન હતી. આ અંગે સરકારે સંસદમાં માહિતી પણ આપી હતી.
અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે, 2 વર્ષથી નોટો છપાઈ ન હતી
8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી નીકળી ગઈ હતી. આ કરન્સીની જગ્યાએ રિઝર્વ બેંક દ્વારા 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી.