બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, વરસાદ ખેંચાતા પૂરી પડાશે આ સુવિધા
Priyakant
Last Updated: 01:27 PM, 19 June 2024
Gujarat Farmer News : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ રાજ્યમાં સાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી અને સિંચાઇ તેમજ પીવાના પાણી મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરાઇ છે.
ADVERTISEMENT
આ બેઠકમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં સૌરાષ્ટ્રને સૌની યોજનામાંથી પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે. આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન, તો રાજ્યના આ વિસ્તારોમાં હજીય વરસાદની રાહ
પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવા લેવાયો નિર્ણય
આજે યોજાયેલા કેબિનેટની બેઠકમાં સિંચાઇ તેમજ પીવાના પાણી મુદ્દે ચર્ચા કરાયા બાદ મોટો નિર્ણય લેવાયો છે. જે મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય અપાશે તો સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાંથી પાણી અપાશે. આ તરફ પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી અપાશે. આ બેઠકમાં પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવા નિર્ણય કરાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.