Decision taken for gas dealers in the cabinet meeting of Gujarat government, Dealers will be exempted from LPG gas cylinder licenses
ઝંઝટ મટી /
કોઇ અધિકારી હવે LPG ગેસ ડિલરોના પરવાના રદ્દ નહી કરી શકે, જુઓ ગુજરાત સરકારે શું કર્યો રાહત ભર્યો નિર્ણય
Team VTV04:55 PM, 25 May 22
| Updated: 05:38 PM, 25 May 22
LPG ગેસના વેચાણ કરવા માટે ડિલરોને પરવાનો લેવો પડતો હતો, પણ કોઈ સમસ્યા થાય તો પુરવઠા અધિકારી તેને રદ્દ કરી દેતા હતા.
LPG ગેસ ડિલરો માટે મહત્વના સમાચાર
LPG ગેસ સિલિન્ડર પરવાનામાંથી ડિલરોને મુક્તિ મળી
કેબિનેટ બેઠકમાં ગેસ ડિલરો માટે લેવાયો નિર્ણય
ગાંધીનગરમાં આજે બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.LPG ગેસ સિલિન્ડર પરવાનામાંથી ડિલરોને મુક્તિ અપાશે. હવે કોઇ અધિકારી હવે LPG ગેસ પરવાના રદ્દ નહી કરી શકે. જેનો સીધો મતલબ એ થાય છે કે પહેલા LPG ગેસના વેચાણ કરવા માટે પરવાનાની જરૂર હતી, આ આધારે જ ગુજરાતના તમામ ડીલર્સ પોતાના નોંધાયેલા ગ્રાહકોને ગેસની બોટલ આપતા હતા. પણ જો કોઈ મુશ્કેલી પડે તો પુરવઠા અધિકારીઑ તાબડતોબ ડીલર્સનો પરવાનો રદ્દ કરી નાખતા હતા. જેથી ગેસ ડિલરોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો ગ્રાહકો હેરાન થતાં હતા. પણ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે LPG ગેસ પરવાના માંથી મુક્તિ આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારના આ નિર્ણયને ગેસ ડિલરો વધાવી રહ્યા છે.
ઉજ્જવલા સ્કીમ વાળા સિલિન્ડરો પર 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબ્સિડી
પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 8 રૂપિયા લીટર અને ડીઝલ પર 6 રૂપિયા લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉજ્જવલા સ્કીમ વાળા સિલિન્ડરો પર 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબ્સિડી મળશે. દેશમાં ઉજ્જલવા યોજનાના 9 કરોડથી વધારે લાભાર્થીઓ છે. સરકારે 1.10 લાખ કરોડ રૂપિયાથી વધારે સબ્સિડી ફર્ટિલાઈઝર્સ પર આપી. આ સબ્સિડી પહેલાથી મળી રહેલી 1.05 લાખ કરોડ રૂપિયાની સબ્સિડીથી અલગ હશે.
હવે ગુજરાતમાં નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ
કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાવામાં આવ્યા છે, ત્યારે તમામની નજર રાજ્ય સરકાર તરફ મંડાઈ છે. તમામ અપેક્ષા રાખી રહ્યાં છે કે, ગુજરાત સરકાર પણ સેસમાં ઘટાડો કરી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. પરંતુ રાજ્યમાં હવે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થશે નહીં. દેશના 12 રાજ્યોની સરખામણી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું મળી રહ્યું છે. જેથી સરકાર પેટ્રોલ-ડીઝલને બદલે ઈન્ડસ્ટ્રીયલ CNGના ભાવ ઘટાડવા માટે વિચારણાં કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર 4 સેસ અમલી છે.
આ રીતે ચેક કરો LPGની કિંમત
રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માટે તમારે સરકારી ઓઇલ કંપની IOC ની વેબસાઇટ પર જવું પડશે. અહીંયા કંપનીઓ દર મહિને નવા ભાવ જાહેર કરે છે. એ માટે આ https://iocl.com/pages/indane-cooking-gas-overview પર તમે તમારા શહેરનાં ગેસનાં ભાવ જાણી શકો છો.